ખ્રીસ્તની પ્રભુતામાં પગલાં

4/14

પાપીને ખ્રીસ્તની જરૂરીઆત

શરૂઆતમાં માણસને ઉત્તમશકિત અને વિવેકશકિતવાળું મન આપ્યાં હતાં. તે રૂપમાં સંપૂર્ણ હતો અને ઈશ્વર સાથે તેને ઐકય હતું. તેના વિચારો શુદ્ઘ હતા : તેના હેતુ પવિત્ર હતા. પરંતુ આજ્ઞાભંગથી તેની શકિત બદલાઈ ગઈ અને પ્રેમની જગ્યાએ સ્વાર્થ આવી બેઠો. આજ્ઞાભંગથી તેનો સ્વભાવ એટલો નબળો પડી ગયો કે પોતાની શકિતથી જ ભુંડાઈ-શેતાન-સામે થવા તે અશકત થઈ ગયો. શેતાને તેને પોતાનો ગુલામ બનાવ્યો અને જો ઈશ્વર ખાસ વચ્ચે ના પડત, તો તે હંમેશાં ગુલામી અવસ્થા જ ભોગવતઈ શેતાનનો વિચાર એવો હતો કે ઈશ્વરી યોજના નિષ્ફળ કરી દુ:ખ અને પાયમાલીથી આખી પૃથ્વી ભરી દેવી, અને આ માઠું પરિણામ ઈશ્વરે માણસને ઉત્પન્ન કર્યો તેથી જ આવ્યું એવું બતાવવું. “જેનામાં જ્ઞાન તથા બુદ્ઘિનો સર્વ સંગ્રહ ગુપ્ત રહેલો છે.” (કલોસી. ર:૩) તેની સાથે માપસ પોતાની નિષ્પાપી સ્થિતીમાં આનંદજનક સત્સંગ અનુભવતો. પરંતુ પાપ કર્યા પછી તેને પવિત્રતામાં આનંદ પડતો બંધ થયો અને તે ઈશ્વરની આગળથી સંતાવા લાગ્યો. નવો જન્મ નહિ પામેલા હ્રદય ની આજે પણ એજ સ્થિતી છે. તેને ઈશ્વર સાથે એકતા નથી અને તેના સમાગમમાં તેને આનંદ પડતો નથી. પાપીને ઈશ્વરની હાજરીમાં આનંદ મળતો નથી, ઉલટો તે તો પવિત્રપ્રાણીઓ પાસેથી તે દૂર ખસી જાય છે. એવા માણસને કદાચ સ્વર્ગમાં પેસવા દે. તો એ તેનો તો ત્યાં આનંદ ન જ મળે. સ્વર્ગમાં નિ:સ્વાથૅી પ્રેમનું વાતાવરણ વ્યાપી રહ્રું હોય અને દરેક હ્રદય અપાર પ્રેમાળ પિતાના પ્રેમનું અનુકરણ કરતું હોય, ત્યાં આનંદ ન જ મળે. સ્વર્ગમાં નિ:સ્વાથૅીપ્રેમનું વાતાવરણ વ્યાપી રહ્રું હોય અને દરેક હ્રદય અપાર પ્રેમાળ પિતાનાં પ્રેમનું અનુકરણ કરતું હોય, ત્યાં આવા સ્વાથૅી હ્રદયને કયાંથી આનંદ મળે ? તેના વિચાર, લાભાલાભ, અને હેતુથી તદ્દન જુદાજ કારણે ઉત્પન્ન થયા હશે. સ્વરગીય સંગીતમાં તેનો સૂર જુદો પડી જશે સ્વર્ગ તેને મન દુ:ખનું સ્થાન લઈ પડશે અને ઈશ્વર કે જે પ્રકાશ અને આનંદનું મધ્યબિંદુ છે તેનાથી તે સંતાવા પ્રયત્ન કરશે. પાપીઓને સ્વર્ગમાં પેસવા ન દેવા એવો ઈશ્વરે સ્વછંદી હુકમ કર્યો છે, એમ માનવું એ ભૂલ છે. પાપીઓ જ પોતાની નાલાયકીને લીધે તેમાં પેસી શકતાં નથી. ઈશ્વરનો મહિમા તેમને માટે તો નાશકારક અગ્નિ જેવો થઈ પડશે. પોતાને પાપની માફી અપાવવા મરનાર આગળથી સંતાવા માટે જો મરણનું શરણ લેવું પડતું હોય, તો તેમ કરવાને પણ તેઓ ખુશી બતાવશે. SC 15.1

જે પાપના ખાડામાં આપણે પડેલા છીએ તેમાંથી આપણે પોતાની શકિતના બળે બચવું અશકય છે. આપણાં હ્રદય દુષ્ટ છે અને આપણામાં તે બદલવાની શકિત નથી: “જો અશુદ્ઘમાંથી શુદ્ઘ ઉત્પન્ન થાય, તો કેવું સારૂ ! પણ એવું બનવું અશકય છે.” અયૂબ ૧૪:૪. “દૈહિક મન તે દેવ પર વેર છે, કેમકે તે દેવના નિયમને આધની નથી અને થઈ શકતું પણ નથી.” રૂમી ૮:૭. કેળવણી , વિકાસ, ઈચ્છાશકિત તથા મનુષ્ય પ્રયત્ન, એ દરેક પોતાને યોગ્ય કામ કરી શકે છે, પરંતુ આ બાબતમાં તે કાંઈ કરી શકતાં નથી. ઉપર કહેલ ગુણોથી બહારની રીતભાત સુધારી શકાય છે, પરંતુ તેનાથી કાંઈ હ્રદય બદલાતું નથી: જીવનના ઝરા પવિત્ર અને શુદ્ઘ થતા નથી. જો માણસને પાપી મટી પવિત્ર બનવું હોય, તો એક શકિતએ અંદરથી - તેના હ્રદયમાંથી અને બીજીએ ઉપરથી -કામ શરૂ કરવું જોઈએ. તે શકિત એજ ખ્રીસ્ત. ફકત તેની કૃપા જ સ્વભાવની નિર્જીવ શકિતઓને સજીવ કરી શકે છે અને તેને ઈશ્વર તથા પવિત્રતા તરફ ખેંચી શકે છે. આપણો તારનાર કહે છે કે “જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય, તો તે દેવુનું રાજય જોઈ શકતું નથી.” યોહાન ૩:૩ એટલે દેવનું રાજય જોવા માટે નવા હ્રદય, નવી ઈચ્છા, નવા હેતુ અને નવા ઉદ્દેશની જરૂર છે. માણસમાં કુદરતી સારાપણું હોય તેને જ ક્રમે ક્રમે ખીલવવાની જરૂર છે એવો વિચાર ઘણો ભયંકર છે. “સાંસરિક માણસ દેવના આત્માની વાતોને સ્વિકાર કરતું નથી; કેમકે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે; અને તેઓ આધ્યાત્મિક રીતે સમજાય છે, માટે તેમને સમજી શકતું નથી.” ૧ કરીંથી ર:૧૪. “મેં તને કહ્રું કે, તમારે નવો જન્મ પામવો જોઈએ, એથી આશ્ચર્ય પામતો ના.” યોહાન ૩:૭. ખ્રીસ્ત વિષે એવું લખ્યું છે કે, “તેનામાં જીવન હતું, તે જીવન માણસોનું અજવાળુ હતું.” વળી ખ્રીસ્તના નામ સિવાય “જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ તળે માણસોમાં અપાએલું નથી.” યોહાન ૧:૪; પ્રેરીતોનાં કૃત્યો ૪:૧ર SC 16.1

આપણે ઈશ્વરની પ્રેમાળ મમતા ઉપરાંત તેની ઉદારતા અને પિતા જેવી મૃદુતા જોવી જોઈએ. તેના નિયમમાં ડહાપણ અને ન્યાયભયૅા છે, એટલું જ નહિ પણ તેનો પાયો પ્રેમના અમર સિદ્ઘાંત પર નંખાયો છે. આ બધું જોઈ પાઉલ પ્રેરીત બોલી ઉઠયો, “હું નિયમ વિશે કબુલ કરું છું કુ તે સારો છે.” નિયમશાસ્ત્ર તો પવિત્ર છે. આજ્ઞા પવિત્ર, ન્યાયી અને હિતકારક છે.” પરંતુ પોતામાં દુ:ખ અને નિરાશાની કડવાશમાં તે કહે છે કે, “હું દૈહિક છું અને પાપને વેચાએલો છું. ” રૂમીઓ ૭:૧૬, ૧ર, ૧૪. પવિત્રતા અને ન્યાયીપણા માટે તે ઘણો આતુર હતો અને તે પ્રાપ્ત કરવા પોતાનામાં શકિત ન હોવાથી તે કહે છે કે, “હું કેવો દુર્ભાગ્ય માણસ છું, મને આ મરણના શરીરથી કોણ મુકત કરશે.” રૂમીઓ ૭:ર૪. દરેક જમાનામાં આખા જગતમાં ભારથી લદાએલા હજારો હ્રદયનું આવંજ રૂદન સંભળાય છે. અને તે બધાંને માટે એક જ જવાબ છે કે, “જુઓ, દેવનું હલવાન, કે જે જગતનું પાપ હરણ કરે છે.” યોહાન ૧:ર૯. SC 16.2

અપરાધનાં ભારથી મુકત થવા તલસતા મનુષ્યોને આ સત્ય સમજાવવા દેવના આત્માએ ઘણી જુદી જુદી રીતે પ્રયત્નો કર્યા છે. એસાવને છેતર્યાનું પાપ કરીને યાકુબ પોતાના બાપને ત્યાંથી નાસી ગયો, તો પણ પાપના - અપરાધના વિચાર તેના હ્રદયને ડંખ્યા કરતા હતા. તે તે પોતાનાં વહાલાંથી વિખુટો પડી એકલો ત્યજાએલા જેવો રહેતો હતો. પણ તેના મનને એક જ વિચાર દુ:ખી કરતો હતો. તે એ કે આ પાપને લીધે ઈશ્વર સાથેનો મારો સંબંધ તુટી ગયો છે -સ્વર્ગમાં મારે માટે સ્થાન નથી. આમ નિર્જન ટેકરીઓ વચ્ચે અને તારાથી શણગારાએલા આકાશ નીચે આરામ લેવા ઉદાસ અવસ્થામાં જમીન પર પડયો હતો. એટલામાં તેને ઉંધ આવી ગઈ અને સ્વપનમાં વિચિત્ર અજવાળું થયું અને તેણે તે વિશાળ મેદાનમાં સ્વર્ગના દરવોજે પહોંચે એટલી ઉંચી નીસરણી માંડેલી જોઈ. તેના પગથીઆ પર દેવદૂતો ચઢતા ઉતરતાં દેખાયાં અને ઉપરથી આશા અને દિલાસભર્યો અવાજ સંભળાયો. આ રીતે યાકુબનાં આત્માને જેને જરૂર અને તૃષા હતી તેવા તારનાર વિષે તેને ખબર પડી. પોતાના જેવો પાપી ઈશ્વર સાથે કેવી રીતે ફરી સમાગમ કરી શકે તેનો માર્ગ યાકુબે આનંદ અને આભારની લાગણીથી જોયો. સ્વપનમાં જોએલ નીસરણીમાં તેને સંકેત લાગ્યો, અને તે સમજયો કે આ નીસરણી એ ખ્રીસ્ત છે. તેની મારફતે જ ઈશ્વર અને મનુષ્ય વચ્ચે સંબંધ થઈ શકશે. SC 17.1

ઈસુએ નાથાનાએલને કહ્રું કે, “તમે આકાશ ઉઘડેલું અને દેવના દૂતોને માણસના દીકરા ઉપર ચઢતા અને ઉતરતા જોશો.” યોહાન ૧:પ૧. આ વાતચીતમાં ઉપરની હકીકત સ્પષ્ટ સમજાવી છે. સ્વધર્મનો ત્યાગ કરી માણસ ઈશ્વરથી જુદો પડી ગયો અને પૃથ્વીનો સ્વર્ગ સાથે સંબંધ હતો તે તુટી ગયો. આમ પૃથ્વી અને સ્વર્ગ વચ્ચે વ્યવહારનું કંઈ પણ સાધન રહ્રું નહિ. પરંતુ ખ્રીસ્ત દ્વારા ફરી પૃથ્વી પર સ્વર્ગ સાથે જોડાઈ. પૃથ્વી અને સ્વર્ગ વચ્ચે જે પાપની ઉંડી ખીણ આવી રહી હતી તેના પર ખ્રીસ્તે પોતાના સુકૃતથી પુલ બાંધી દીધો કે દેવાના દૂતો માણસ સાથે સંબંધ ચાલુ રાખી શકે. ખ્રીસ્ત નિર્બળ અને નિસ્સહાય થઈ ગયેલ પતિત માણસને આ રીતે અનંત શકિતના ઝરા સાથે જોડી દે છે. પાપી મનુષ્ય જાત માટે આશા અને સહાયનું એક જ સાધન છે. તેની અવગણના કરી આગળ વધવાને કે માણસ જાતની ઉન્નતિ કરવાનાં પ્રયત્નો કરનારનાં ફાંફા નકામામ છે. “દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણદાન” (યાકુબ ૧:૧૭) ઈશ્વર તરફથી મળે છે. ઈશ્વર વિના ઉત્તમ ચારિત્ર્ય કદી મળી શકતું નથી અને તેની પાસે જવા માટે-એક જ માર્ગ છે. એ માર્ગને તે ખ્રીસ્ત. ખ્રીસ્ત કહે છે કે, “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું ; મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી.” યોહાન ૪:૬. SC 18.1

ઈશ્વરનું હ્રદય પૃથ્વી પરનાં પોતાનાં બાળકો માટે મરણ કરતાં પણ વધારે પ્રેમથી તલસે છે. પોતાનો પુત્ર આપણને આપ્યો છે, તે એક જ દાનમાં તેની બધી સંપત્તિ આવી જાય છે. આપણા તારનાર ઈસુનું જીવન, મરણ અને મધ્યસ્થી, દૂતોની સેવા, પવિત્ર આત્માની દલીલો, પિતાનું બધામાં કામ અને બધી સ્વરગીય વ્યકિતઓ રસ છે છે, તે બધું માણસને પાપમાંથી મુકત કરવા માટે જ છે. SC 18.2

વિચાર તો કરો, આપણા માટે કેવો અદ્ભૂત ભોગા આપવામાં આવ્યો છે! પાપમાં ડુબી ગએલ ને ખોવાએલા માણસોને તારવા તથા તેઓને ઈશ્વરની પાસે લઈ જવા કેવા કેવા ઈશ્વરી પ્રયત્નો થયા છે તેની આપણે કદર બુજવી જોઈએ. આથી વધારે સારા હેતુ અને બળવાન શકિતઓનો કદી ઉપયોગ થયો જ નથી. સુકૃતનો ઉત્તમ બદલો, સ્વર્ગનો આનંદ , દૂતોની સોબત, ઈશ્વર તથા તેના પુત્રનો સમાગમ અને પ્રેમ, તથા હંમેશને માટે આપણી સર્વ શકિતઓની ઉચ્ચતા અને વિશાળતા- શું આ બધી વસ્તુઓ આપણા કર્તા અને ત્રાતાનાં ચરણે આપણાં હ્રદયની ભકિતભરી સેવા ધરવા ઓછું પ્રોત્સાહન આપે છે? SC 18.3

વળી બીજી બાજુએ ઈશ્વરના શબ્દોમાં (એટલે બાઈબલ) આપણને સ્પષ્ટ કહે છે કે શેતાનનો સંગ તથા સેવા કરનાર માટે ઈશ્વરી ન્યાય, અનિવાર્ય શિક્ષા, ચારિત્ર ભ્રષ્ટતા અને અંતે નાશ છે. SC 19.1

શું આપણે ઈશ્વરની દયાનો વિચાર નહિ કરીએ ? તે આપણા માટે શું વધારે કરી શકે ? તેણે આપણા માટે અદ્ભૂત પ્રેમ બતાવ્યો છે, તે માટે આપણે તેની સાથે યોગ્ય સંબંધ જોડવો જોઈએ. ચાલો, ત્યારે આપણે તેણે આપેલાં સાધનોનો લાભ લઈએ કે આપણે તેના જેવા થઈ શકીએ, સેવા કરનાર દૂતોનો સાથ કરી શકીએ અને પિતા તથા પુત્ર સાથે ઐકય અને સત્સંગ સાધી શકીએ. SC 19.2