ખ્રીસ્તની પ્રભુતામાં પગલાં
માણસ પર ઈશ્વરનો પ્રેમ
કુદરત અને પ્રકટિકરણ બંને ઈશ્વરનો પ્રેમ બરાબર બતાવે છે. આપણો સ્વરગીય પિતા જીવન, ડહાપણ અને આનંદનું ઉત્પતિસ્થાન છે. અદ્ભૂત અને સુંદર કુદરતી ચીજો તરફ નજર કરો. તે બધી એકલા માણસના જ નહિ પણ પ્રાણિ માત્રના સુખ માટે કેવી આશ્ચર્યજનક રીતે ઉપયોગી થઈ પડે છે તેનો વિચાર કરો. સૂર્યનો પ્રકાશ અને વરસાદ જે પૃથ્વીને આંનદ અને તાજગી આપે છે. તથા ટેકરીઓ, સમુદ્રો અને મેદાનો એ બધાં આપણને ઉત્પન્નકર્તાનો પ્રેમ બતાવે છે. પ્રાણિ માત્રની રોજની જરૂરીઆત આપનાર ઈશ્વર જ છે. ગીતશાસ્ત્રના લેખકનાં સુંદર શબ્દોમાં કહીએ, તો SC 9.1
સર્વની ર્દષ્ટિ તારા તરફ તલપી રહે છે,
યોગ્ય સમયે તુ તેઓને અન્ન આપે છે.
તુ તારો હાથ ખોલીને
સર્વ સજીવોની ઈચ્છા તૃપ્ત કરે છે. ગીત શાત્ર ૧૪પ:૧પ-૧૬
SC 9.2
ઈશ્વરને માણસને સંપૂર્ણ પવિત્ર અને સુખી બનાવ્યો હતો : અને સૃષ્ટાનાં હાથે બનેલ આ સુંદર જગત પર કોહાણની નિશાનીકે શ્રાપનો પડછાયો પણ ન હતો. જગતમાં દુ:ખ અને મરણ આવવાનું ફકત એક જ કારણ છે અને તે એ કે ઈશ્વરના -પ્રેમના-કાયદાનો ભંગ. પાપમાંથી જન્મેલ દુ:ખમાં પણ ઈશ્વરનો પ્રેમ પ્રગટ થાય છે. શાસ્ત્ર કહે છે કે માણસના પાપને લીધે ભૂમિ શાપિત થઈ. ઉત્પતિ ૩:૧૭. કાંટા અને ઝાંખરાં-મુશ્કેલીઓ અને સંકટો જેથી માણસનું જીવન શ્રમ અને ચિંતાયુકત થયું છે તે-તેના ભલાને માટે કરવામાં આવ્યું છે. કારણકે પાપને લીધે માણસ અધોગતિ અને નાશના ખાડામાં પડયો તેમાંથી તેને કાઢવા માટે અને તેની ઉન્નતિ કરવા માટે ઈશ્વરે જે યોજના કરી હતી તે પુરી કરવા માણસને મુશ્કેલીઓ દ્વારા જરૂરી કેળવણી આપવાની જરૂર હતી. જગત પાપમાં પડયું છે એ વાત ખરી, છતાં તે શોકમય અને દુ:ખમય નથી. આશા અને દિલાસાનાં સંદેશા કુદરતમાં જ છે થોર પર ફૂલ અને કાંટાવાળા છોડ પર ગુલાબ જોવામાં આવે છે. SC 9.3
દેવ પ્રીતિ છે' એ શબ્દો દરેક ખીલતી કળી પર, ઉગતા ઘાસની દરેક પાંદડી પર લખેલાં છે. સુંદર પક્ષીઓ પોતાના મધુર સ્વરથી વાતાવરણને સંગીતમય બનાવી દે છે, મનોહર અને રંગ બેરંગી ફૂલો હવાને સુગંધમય કરી મૂકે છે અને જંગલનાં ઉંચા વૃક્ષો પોતાનાં સુંદર લીલાં પાંદડાંથી આખા વનને શોભાવે છે. ; આ બધાં આપણા પિતા ઈશ્વરની પ્રેમાળ કાળજી અને પોતાનાં બાળકોને સુખી કરવાની તેની ઈચ્છા બતાવે છે. SC 9.4
ઈશ્વરનું વચન(શાસ્ત્ર) આપણને તેનો સ્વભાવ બતાવે છે. તેણે પોતે જ પોતાનાં અનંત પ્રેમ અને દયા જણાવ્યાં છે. મુસાએ પ્રાર્થના કરી કે, “ તારૂં ગૌરવ મને દેખાડ.” ત્યારે પ્રભુએ જવાબ આપ્યો કે, “હુ મારૂ સર્વ સૌંદર્ય તારી આગળ ચલાવીશ.” નિર્ગમન ૩૩:૧૮-૧૯. આ તેનુ ગૌરવ છે. પ્રભુએ મુસા આગળ થઈને ગયા પછી જાહેર કીધું કે, “યણેવાહ, યહોવાહ, દયાળું તથા કૃપાળુ દેવ, મંદરોષી અને અનુગ્રહ તથા સત્યતાથી ભરપુર, હજારો પર કૃપા રાખનાર, અન્યાય તથા ઉલ્લંઘન તથા પાપની ક્ષામા કરનાર,” નિર્ગમન ૩૪:૬-૭. તે ‘ક્રોધ કરવામાં ઘણો ધીમો અને દયાળુ ’ છે.યૂના ૪:ર કેમકે ‘તે દયા કરવામાં આનંદ માને છે’ મીખાહ ૭:૧૮. SC 10.1
ઈશ્વરે આપણા હ્રદય પોતાની સાથે જગતમાંની તથા સ્વર્ગમાંની અનેક નિશાનીઓથી બાંધ્યાં છે. કૂદરતી વસ્તુઓ અને સૌથી ઉંડાં તથા કોમળ બંધનો કે જે માણસજ સમજી શકે તે દ્વારા ઈશ્વર આપણી આગળ પ્રગટ થાય છે. છતાં આ વસ્તુઓ તેનો પ્રેમ અપૂર્ણ રીતે બતાવે છે. આ બધી સાબીતીઓ આપવા છતાં ભલાનાં દુશ્મન શેતાને માણસોનાં મન આંધળાં કરી નાંખ્યાં, જેથી માણસો ઈશ્વરને સખત તથા માફી નહિ આપનાર ધારી તેનાથી બીવાં લાગ્યાં. શેતાને ઈશ્વર વિશે એવો ખ્યાલ આપ્યો કે તેનો મુખ્ય ગુણ ઉગ્ર ન્યાયનો હોવાથી તે નિંષ્ઠુર ન્યાયાધિશ અથવા કઠોર લેણદાર જેવો કડક છે. તેણે ઉત્પન્ન કર્તાનું એવું ચિત્ર દોર્યુ કે જાણે તે માણસોનાં પાપ અને દોષોને શોધી કાઢી તેમને શિક્ષા કરવાને તલ્પી ન રહ્રો હોય.! ઈશ્વરનો અનંત પ્રેમ બતાવીને આ કાળું વાદળું ખસેડવા માટે જ ઈસુ આ જગતમાં માણસ સાથે રહેવા આવ્યો હતો. SC 10.2
પ્રભુપુત્ર પિતાને પ્રગટ કરવા સ્વર્ગમાંથી જગતમાં આવ્યો હતો. “દેવને કોઈ માણસ કદી દોઠો નથી ; એકાકીજનીત દીકરો, કે જે બાપની ગોદમાં છે, તેણે તેને પ્રગટ કીધો છે. ” યોહાન ૧:૧૮ દીકરા વગર તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે તેના વગર, બાપને કોઈ જાણતો નથી. ” માત્થી ૧૧:ર૭. જયારે શિષ્યે વિનંતી કરી કે, “અમને બાપ દેખાડ,” ત્યારે ઈસુએ જવાબ આપ્યો કે, “ફિલિપ, આટલી મુદત થયાં હું તમારી સાથે રહ્રો છું, તો પણ શું તું મને ઓખળતો નથી ? જેણે મને જોયો છે, તેણે બાપને જોયો છે ; તો તું શા માટે કહે છે કે, અમને બાપ દેખાડ.” યોહાન ૧૪:૮-૯. SC 10.3
પોતાનાં જગતનાં કામનું વર્ણન કરતાં ઈસુ કહે છે કે, “દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા સારૂ તેણે મારો અભિષેક કીધો છે ; બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને ર્દષ્ટિ પામવાનું જાહેર કરવા અને ઘાયલ થએલાઓને છોડાવવા તેણે મને મોકલ્યો છે. ” લુક ૪:૧૮. આ તેનું કામ હતું. તેણે ઠેકાણે ઠેકાણે ફરીને લોકોનું ભલું કર્યું અને શેતાન જેને પીડતો હતો તેવાંને સારાં કર્યા. એવાં આખાં ગામો હતાં કે જેમાં દુ:ખ કે દર્દના નિસાસા સંભળાતા નહિ, કેમકે તેણે તેમાં થઈને જતાં બધાં માંદાઓને સાજાં કર્યાં હતાં. તેનું કામ જ તેના ઈશ્વરી અભિષેકનો પુરાવો આપતું હતું. તેના જીવનના દરેક કાર્યમાં પ્રેમ, દયા અને કરૂણા પ્રગટ થતાં હતાં ; માણસ જાત તરફ તેનું હ્રદય કોમળ દીલસોજીથી ખેંચાતું હતું. માણસની જરૂરીઆતોને પહોંચી વળવા માટે તો તેણે મનુષ્યસ્વભાવ અંગીકાર કર્યો. ગરીબમાં ગરીબ અને હલકામાં હલકા લોકો પણ તેની પાસે જતાં ગભરાતાં નહિ. બાળકો પણ તેની તરફ આકષૅાતા અને તેનાં ખોળામાં બેસી તેના પ્રેમાળ તથા વિચારમગ્ન મુખ તરફ જોઈ રહેવા આતુર રહેતાં. SC 11.1
ઈસુએ જરા પણ સત્ય છુપાવ્યું નથી. પરંતુ તેણે હંમેશા પ્રેમપૂર્વક સત્ય પ્રગટ કર્યું છે, લોકો સાથે વાતચીત કરતાં તે હંમેશાં કુશળ, વિચારવંત અને માયાળું રહેતો. તે કદી અસભ્યતા વાપરતો નહિ. કોઈને નકમો સખત શબ્દ સંભળાવતો નહિ અને જરૂર વગર કોઈને જરા પણ દૂ:ખ થાય એવું કંઈ કરતો નહિ. તે મનુષ્યની સ્વભાવિક નબળાઈને ધિક્કારાતો નહિ. તે હમેશાં સાચું જ બોલતો અને તે પણ પ્રેમપૂર્વક બોલતો. તે ઢોંગ, અવિશ્વાસ અને અધર્મને ધિક્કારતો, પરંતુ લોકોને તેમના દોષો માટે ઠપકો આપતાં તેની આંખમાં પાણી ભરાઈ આવતાં. યરૂશાલેમના લોકોએ-રસ્તા, સત્ય અને જીવનનો —ઈસુનો ત્યાગ કર્યો, છતાં તેણે પોતાના પિ્રય શહેર માટે આંસુ વહેવડાવ્યાં. લોકોએ પોતાના ત્રાતાને ન સ્વીકાર્યો, છતાં તેણે (ત્રાતાએ) તેઓના પર પ્રીતિ રાખી. તેની આખી જીંદગી આત્મસંયમ અને પરોપકારમય હતી; તેની ર્દષ્ટિએ દરેક મનુષ્ય અમૂલ્ય હતું. તે હમેશાં પોતાને ઈશ્વરી ગણતો, છતાં ઈશ્વરના કુટુંબના દરેક માણસ તરફ તે નમ્રતાથી નમતો. તે દરેક જણને પાપમાં પડેલા જોતો અને તેને બચાવવું એ પોતાનું કામ છે એવું, તે જાણતો હતો. SC 11.2
આ ઈસુનો સ્વભાવ છે, એવું આપણે તેના જીવન પરથી જોઈએ છીએ. ઈશ્વરનો એવો જ સ્વભાવ છે. પિતાના હ્રદયમાંથી આ ઈશ્વરી કરૂણાનો પ્રવાહ ઈસુના હ્રદયમાં પ્રગટ થાય છે, અને વહેતો વહેતો મનુષ્યના હ્રદયમાં પહોંચે છે. ઈસુ નમ્ર અને દયાળુ ત્રાતા હતો તે “મનુષ્યના સ્વરૂપમાં પ્રગટ થએલ” ઈશ્વર હતો. ૧ તીમોથી ૩:૧૬. SC 12.1
આપણા ઉદ્ઘારા માટે જ ઈસુ જન્મયો, જીવ્યો અને દુ:ખ સહીને મુઓ. આપણને અનંત આનંદના ભાગીઆ બનાવવા તે “દુખી પુરૂષ થયો.” ઈશ્વરે અવર્ણનીય મહીમાવાળા જગતમાંથી પોતાના મહીમાવાન અને સત્યનિષ્ઠ પિ્રય પુત્રને આ પાપ, મરણ તથા શ્રાપથી કલંકીત થએલ જગતમાં આવવા દીધો. તેણે પોતાના પિ્રય પુત્રને પોતાનો પ્રેમ અને દૂતોની સેવા છોડી શરમ, અપમાન, ફજેતી, તિરસ્કાર અને મૃત્યુ સહન કરવા દીધાં. “આપણને શાંતિ પ્રાપ્ત કરાવવને માટે તેને શિક્ષા થઈ, ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે.” યશાયાહ પ૩:,. તેને રાનમાં, ગેથસેમાની વાડીમાં અને વધસ્તંભ પર જુઓ ! ઈશ્વરનાં નિષ્કલંક પુત્રે પોતાના માથે પાપનો બોજો લીધો. તે ઈશ્વર સાથે જોડાયેલો હોવા છતાં માણસ પાપને લીધે ઈશ્વરથી જુદો રહે, તે ભયંકર છે, એમ તેને લાગી આવ્યું. આ દુ:ખથી તેનાથી બાલાઈ ગયું કે, “ઓ મારા દેવ, મારા દેવ, તેં મને કેમ મૂકી દીધો છે.” માત્થી ર૭:૪૬. આ પાપના ભયંકર બોજા તથા તેની અતિ દુષ્ટતાને લીધે ઈશ્વર અને માણસ વચ્ચેનાં અંતરને માટે જ પ્રભુપુત્રનું હ્રદય ચીરાઈ જતું હતું. SC 12.2
આ મહાન ભોગ માણસ માટે ઈશ્વરના હ્રદયમાં પ્રેમ ઉત્પન્ન કરવા અથવા તેને નાશમાંથી બચાવવા ઈચ્છા જગાડવા માટે આપવામાં આપ્યો ન હતો. ના, ના. “દેવે જગત પર એટલી પ્રીતિ કીધી કે તેણે પોતાનો એકાકી જનીત દીકરો આપ્યો.” યોહાન ૩:૧૬ આપણા આકાશમાંના પિતાએ આપણને આ શાંત્વન આપ્યું છે, માટે તે આપણને ચાહે છે એમ સમજવાનું નથી. પણ તે આપણને ચાહે છે એટલા માટે આ શાંત્વન આપ્યું છે. ખ્રીસ્ત ઈશ્વર અને માપસ વચ્ચે મધ્યસ્થ હોવાથી તેની માર્ફત ઈશ્વર જગત પર પોતાનો પ્રેમ રેડી શકયો. “દેવ ખ્રીસ્તમાં પોતાની સાથે જગતનું સમાધાન કરાવે છે.” ર કરીંથી પ:૧૯. ઈશ્વરે પોતાના પુત્ર સાથે દુ:ખ સહ્રું. ગેથસેમાનની વાડીના દુ:ખ અને કાલ્વરીના મરણથી અનંત પ્રેમાળ હ્રદયે આપણા ઉદ્ઘારાની કીંમત ભરી આપી. SC 12.3
ઈસુએ કહ્રું; “બાપ મારા પર પ્રેમ કરે છે, કારણકે, હું મારો જીવ આપું છું કે હું તે પાછો લઉં.” યોહાન ૧૦:૧૭. એેટલે ‘મારો બાપ તમારા પર એટલો પ્રેમ રાખે છે કે તમારા તારણને માટે જીવ આપવા માટે તે મને પણ અગાઉનાં કરતાં વધારે ચાહે છે. કારણ કે મારા બળીદાનનીથી તે ન્યાયી છે એવું ઠરે છે. એટલું જ નહિ પણ ઈસુ પર વિશ્વાસ રાખનારને પણ તે ન્યાયી ગણી શકે છે’. SC 13.1
ઈશ્વરના પુત્ર વિના કોઈ માણસના પાપની માફી આપી શકે નહિ; કારણ કે પિતાનું હ્રદય તે જ સમજતો હતો, તેથી તે જ તેને પ્રગટ કરી શકે. ઈશ્વરના પ્રેમનું ઉંડાણ સમજનારજ માણસો આગળ તે પ્રગટ કરી શકે. પતિત માણસોને માટે ખિ્રસ્ત કરેલ અર્પણ સિવાય બીજું કંઈ ઈશ્વર પિતાનો ખોવાએલ માણસ જાત ઉપરનો પ્રેમ દર્શાવી શકતું નથી. SC 13.2
“દેવે જગત પર એટલી પ્રીતિ કીધી કે પોતાનો એકાકીજનીત દીકરો આપ્યો.” તેણે પોતાનો દીકરો માણસો સાથે રહેવા, તેઓનાં પાપ ભોગવવા અને તેઓના માટે પોતાની જાતનો ભોગ આપવા આપ્યો એટલું જ નહિ પણ તેણે પોતાનો દીકરો પાપી માણસજાત માટે આપ્યો. ખ્રીસ્તે માણસ જાતનાં લાભો અને જરૂરીઆતો પોતાનાં ગણ્યો તે ઈશ્વરપુત્ર હતો છતાં તેણે કદી ન તૂટે તેવી સાંકળોથી પોતાને માણસજાત સાથે જોડી દીધો છે. ખ્રીસ્ત “તેઓને ભાઈઓ કહેવામાં શરમાતો નથી.” હેબ્રી. ર:૧૧. આ મનુષ્યપુત્ર ખ્રીસ્ત આપણા માટે ભોગ આપનાર, મધ્યસ્થી કરનાર, આપણો ભાઈ પિતાના આસનની આગળ આપણા રૂપમાં હાજર થનાર, અને પોતે પાપથી બચાવેલ મનુષ્ય જાત સાથે અનંતકાળ રહેનાર છે. એ બધાનો હેતુ એટલો જ હતો, કે માણસ પાપથી થતા નાશ અને પતનમાંથી બચે, ઈશ્વરનો પ્રેમ સમજે અને પવિત્રતાનો આનંદ ભોગવે. SC 13.3
આપણા ઉદ્ઘાર માટે જે ભોગ અપાયો છે તથા આપણે ખાતર આપણા સ્વરગીય પિતાએ પોતાના પુત્રને મરવા મોકલી જે અપાર ભોગ આપ્યો છે, તે પરથી ખ્રીસ્ત દ્વારા આપણી સ્થિતી કેવી હશે, તે વિષે આપણને ઉંચો ખ્યાલ બંધાવો જોઈએ. જયારે ઈશ્વરપ્રેરીત યોહાને નાશવંત માણસ જાત માટે ઈશ્વરનો અમાપ પ્રેમ જોયો, ત્યારે તેનું હ્રદય સ્તુતિ અને ભકિતથી ભરાઈ ગયું. આ પ્રેમ કેટલો મોટો અને કેટલો કૃપા ભરેલો હતો તે બતાવવા તેને ભાષામાં શબ્દો પણ જડતા નથી, તેથી તે જગતને ઈશ્વરનો પ્રેમ જોવા કહે છે. “જુઓ, પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ રાખ્યો છે કે આપણે દેવનાં છોકરાં કહેવાઈએ.” ૧ યોહાન ૩:૧. આ પરથી માણસની કીંમતો તો જુઓ ! દેવના હુકમ તોડવાથી માણસ શેતાનનાં સેવક બને છે. ખ્રીસ્તે માણસનું ઈશ્વર સાથે સમાધાન કરાવવા જે ભોગ આપ્યો તેના પર વિશ્વાસ રાખવાથી આદમપુત્ર ઈશ્વરપુત્ર બને છે. માણસનો સ્વભાવ ગ્રહણ કરીને ખ્રીસ્તે માણસ જાતને ઉંચી-ઉન્નત-કરી. ખ્રીસ્ત દ્વારા પાપી માણસ ‘ઈશ્વર પુત્ર’ એવા માનવંતા ઈલ્કાબને લાયક બને છે. SC 14.1
આ પ્રેમ અનુપમ છે. સ્વરગીય રાજાનાં સંતાન ! કેવું કીંમતી વચન ! ઉંડો વિચાર કરવા માટે કેવું સરસ સાધન ! ઈશ્વરને નહિ ચાહનાર જગત માટે તેનો કેવો અનુપમેય પ્રેમ ! આ વિચારજ માણસનો આત્મા ઈશ્વરને આધીન થઈ જાય એવી તેના પર અસર કરે છે, અને મનને ઈશ્વરની ઈચ્છાનું ગુલામ બનાવી દે છે. SC 14.2