ખ્રીસ્તની પ્રભુતામાં પગલાં

5/14

પસ્તાવો

માણસ ઈશ્વર સાથે ન્યાયી કેવી રીતે થાય? પાપીને કેવી રીતે ધર્મી બનાવી શકાય? એકલા ખ્રીસ્ત દ્વારા જ ઈશ્વરની -પવિત્રતાની-સાથે આપણું ઐકય થઈ શકે છે. પણ આપણે ખ્રીસ્ત પાસે જ કેવી રીતે જવું ? જે પ્રશ્ન ઘણા માણસો આજે પુછે છે તે જ પ્રશ્ન પાસ્ખા પર્વને દિવસે પોતાના પાપની ખાતરી થવાથી લોકોએ પૂછયો હતો. લોકોએ પૂછયું કે, “અમે શું કરીએ?” ત્યારે પીતરે ઉત્તર આપતાં કહ્રું “ પસ્તાવો” પ્રેરિતોનાં કૃત્યો ર:૩૮. આ વાત બન્યા પછી થોડા વખત બીજે પ્રસંગે પણ તેણે કહ્રું કે, ”પસ્તાવો કરો, અને ફરો,જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે.” પ્રે.કૃ. ૩:૧૯, SC 20.1

પસ્તાવો એટલે પાપ માટે દીલગીરી અને તેનો ત્યાગ. જયાં સુધી આપણે પાપ, એ હલકી, ભૂંડી -પાપી-તિરસ્કારપાત્ર ચીજ છે એવું નહિ સમજીએ ત્યાં સુધી હ્રદયથી પાપનો ત્યાગ કરીશું નહિ, ત્યાં સુધી જીવનમાં ખરો ફેરફાર થશે નહિ. SC 20.2

ઘણાં માણસ પસ્તાવાનો ખરો અર્થ જ સમજતાં નથી. અનેક માણસો પાપ કરવા માટે દીલગીરી બતાવે છે અને બહારથી સુધારો પણ કરે છે. આનું કારણ એ છે કે, ખોટાં કામ કરવાથી આપણા પર દુ:ખ આવી પડશે એવો તેઓને ભય રહે છે. પરંતુ શાસ્ત્ર આને પસ્તાવો નથી કહેતું. પાપને બદલે દુ:ખને લીધે તેઓ વિલાપ કરે છે. જયારે એસાવને લાગ્યું કે મારો જન્મહક નાશ પામ્યો, ત્યારે તેને પણ એવું જ દુ:ખ થયું હતું. પોતાના માર્ગમાં દૂતને ઉઘાડી તરવાર સાથે ઉભેલો જોઈ બઆલ થથરી ગયો અને મરવાની બીકે તેણે પોતાનો અપરાધ કબૂલ કર્યો પરંતુ તેમાં પાપનો ખરો પસ્તાવો ન હતો, આશયનું બદલાણ ન હતું કે પાપનો ધિક્કાર ન હતો. યહુદા ઈસ્કારીયોત ઈસુને પરસ્વાધીન કર્યા પછી બોલી ઊઠયો, “નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કીધું છે. ” માત્થી ર૭:૪. SC 20.3

દોષોની ભયંકરણ લાગણી તથા તેના પરિણામે થવાની ભયંકર શિક્ષાના વિચારથી તેના પાપી આત્માને પસ્તાવો કરવો પડયો. જે પરિણામ નીપજવાનાં હતાં તેને લીધે તે ભયભીત થઈ ગયો, પરંતે મે નિષ્પાપી ઈશ્વરપુત્રને દગો દીધો અને ઈસાએલીઓના પવિત્રનો નકાર કર્યો તે માટે તેના અંત:કરણમાં ઉંડો, હ્રદયભેદક શોક નહિ હતો. જયારે ઈશ્વરી દંડ પોતાના માથે આવી પડયો, ત્યારે તેમાંથી બચવા ફારૂને પોતાનું પાપ કબુલ કર્યુ, પરંતુ આફત દૂર થઈ કે તરત પાછી ઈશ્વરની અવગણના કરવા લાગ્યો. આ બધા પાપના પરિણામ માટે રડતાં હતાં. પરંતુ પાપ માટે તેમને જરાએ દીલગીરી ન હતી. SC 20.4

પરંતુ , જયારે માણસનુ હ્રદય ઈશ્વરી અસર અને પવિત્ર આત્માને તાબે થાય છે, ત્યારે અંત:કરણ જાગે છે અને પાપીને ઈશ્વરી કાયદાની પવિત્રતાનો ખ્યાલ આવે છે. તેમજ પૃથ્વી પર તથા સ્વર્ગમાં તે કાયદાનો પાયો ઈશ્વરનાં રાજમાં છે એમ તેણે જણાય છે. “જે અજવાળું જગતમાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે.”(યોહાન ૧:૯) તે આત્માનાં ઉંડામાં ઉંડા ભાગને પ્રકાશીત કરે છે અને અંધકારમાં રહેલી વસ્તુઓ પ્રગટ કરે છે. આ રીતે આ પ્રકાશની મદદથી મન અને હ્રદયને પાપની ખાતરી થાય છે. પાપીને યહોવાહના ન્યાયીપણાનું ભાન હોય છે, તેથી એ હ્રદય શોધનાર યહોવાહ આગળ પોતાની પાપી અને અપવિત્ર અવસ્થામાં જતાં ગભરાય છે-બીએ છે. તે ઈશ્વરનો પ્રેમ, પવિત્રતાની સુંદરતા, અને સુદ્ઘતાનો આનંદ જુએ છે ; તે પાપમુકત થવા તથા ઈશ્વર સાથેનો સંબંધ શરૂ કરવા આતુર હોય છે. SC 21.1

દાઉદે પાપમાં પડયા પછી કરેલી પ્રાર્થનામાં પાપ માટે ખરી દીલગીરી કેવી હોવી જોઈએ, તેનુ ર્દષ્ટાંત જણાવે છે. તેનો પસ્તાવો સાચા દિલનો અને ઉંડો હતો. તેની પ્રાર્થનામાં પોતાનો દોષો ઘટાડવા જરાએ પ્રયત્ન જણાતો નથી તેમ ન્યાય કે શિક્ષામાંથી છટકી જવાની ઈચ્છાઓ માલૂમ પડતી નથી. દાઉદે પોતાના અપરાધનું ભયંકરણપણું અને પોતાના આત્મનું પતન જોયું; તેને પોતાના પાપ પર તીરસ્કાર છૂટયો. તેણે ફકત માફી કે હ્રદયની શુદ્ઘતા મેળવવા માટે જે એ પ્રાર્થના કરી ન હતી તે તો પવિત્રતાનાં આંનદ માટે - ઈશ્વર સાથે સંબંધ અને એકતા ફરી શરૂ કરવા માટે-આતુર હતો. આ રહી એના આત્માની ભુખ :- SC 21.2

“જેનું ઉલ્લંઘન માફ થયું છે , તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે,
તેને ધન્ય છે. જેને યહોવાહ અન્યાયી ગણતો નથી અને જેના
આત્મામાં કંઈ કપટ નથી, તે માણસને ધન્ય છે.” ગીતશાસ્ત્ર ૩ર:૧.
SC 21.3

“હે દેવ, તારી કૃપા પ્રમાણે મારા પર દયા કર;
તારી પુષ્કળ રહેમ પ્રમાણે મારાં ઉલ્લંઘન ભુંસી ખા.
કેમકે મારાં ઉલ્લંઘન હું જાણું છું.
અને મારૂં પાપ નિત્ય મારી આગળ છે.
ઝુફાથી મને ધોજે એટલે હું શુદ્ઘ થઈશ;
મને ન્હવડાવ, તો હું હીમ કરતાં ધોળો થઈશ.
હે દેવ, મારામાં શુદ્ઘ હ્રદય ઉત્પન્ન કર,
અને મારા આત્માને નવો અને ¹ઢ કર.
તારી સન્મુખથી મને કાઢી મૂકતો નહિ,
અને તારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેતો નહિ.
તારા તારણનો હર્ષ મને પાછો આપ.
અને ઉદાર આત્માએ કરીને મને નીભાવી રાખ.
હે દેવ, મારા તારણના દેવ, ખૂનના દોષોથી મને મુકત કર એટલે
મારી જીભ તારા ન્યાયીપણા વિશે મોટેથી ગાશે.” -ગીતશાસ્ત્ર પ૧:૧-૧૪.
SC 22.1

આવો પસ્તાવો પ્રાપ્ત કરવો એ આપણી શકિતની બહારની વાત છે; ખ્રીસ્ત જે સ્વર્ગમાં ગયો છે અને જેણે માણસોને દાન આપ્યાં છે, તેની તરફથી જ આવો શુધ્ધ પસ્તાવો પ્રાપ્ત થાય છે. SC 22.2

ઘણાં માણસો આજ વાતમાં ભુલ કરે છે અને તેથી ખ્રીસ્ત જે મદદ આપવા ઈચ્છે છે, તેનો સ્વિકાર કરી શકતા નથી. તેઓ એમ ધારે છે કે પસ્તાવો કર્યા સિવાય ખ્રીસ્ત પાસે આવી શકાતું નથી અને પસ્તાવો પાપની માફીનો માર્ગ તૈયાર કરે છે. પાપની માફી પહેલાં પસ્તાવો થવો જોઈએ, છે વાત ખરી છે, કારણ કે અતિદીન તથા પાપને લીધે અતિ શોકાતુર હ્રદયનેજ તારનારની ખરી જરૂર સમજાય છે. પરંતુ શું પાપીએ ઈસુ ખ્રીસ્ત પાસે આવતાં પહેલાં પસ્તાવો થવાની રાહ જોવી ? શું પસ્તાવો, એ પાપી અને તારનારની વચ્ચે વિધ્નરૂપ-આડખીલી- છે? SC 22.3

“ઓ વૈતરૂં કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ.” માત્થી ૧૧:ર૮. બાઈબલ એવું શિક્ષાણ નથી આપતું કે ખ્રીસ્તનું આ આમંત્રણ સ્વિકારતાં પહેલાં પાપીઓ એ પસ્તાવો કરવો જ જોઈએ. આ ગુણ ખ્રીસ્ત તરફથી જ આવે છે અને તેને પરિણામે સાચો પસ્તાવો પ્રાપ્ત થાય છે. “આ વાત ઈસ્ત્રાએલીઓને સ્પષ્ટ થવાને ઉંચો કર્યો છે, કે તે ઈસ્ત્રાએલના મનમાં પશ્ચાતાપ(કરાવે) તથા તેઓને પાપની માફી આપે.” પ્રેરિતોનાં કૃત્યો પ:૩૧. જેમ ખ્રીસ્ત વિના પાપની માફી મળી શકતી નથી, તેમ ખ્રીસ્તનો આત્મા હ્રદયને જગાડી-હલાવી -ન નાખે, તે વિના પસ્તાવો થઈ શકતો નથી. SC 23.1

દરેક શુભ પ્રેરણાનું મૂળ ખ્રીસ્ત છે. ફકત તે જ માણસના હ્રદયમાં પાપ તરફ શત્રુભાવનાં બી રોપી શકે છે. સત્ય અને પવિત્રતા માટેની દરેક ઈચ્છા તથા આપણી પોતાની પાપબુધ્ધિનું ભાન, એ આપણા હ્રદયમાં ખ્રીસ્તનો આત્મા અસર કરે છે, એવું સાબિત કરે છે. SC 23.2

ઈસુએ કહ્રું છે કે, “જો મને પૃથ્વી પરથી ઉંચો કરવામાં આવશે, તો હું સર્વને મારી તરફ ખેંચીશ” યોહાન ૧ર:૩ર. પાપીની આગળ ખ્રીસ્તને જગતના પાપ માટે આત્માર્પણ કરનાર તારણહાર તરીકે પ્રગટ કરવો જોઈએ. આપણે દેવના હલવાનને કાલ્વરીનાં સ્તંભ પર જોઈએ છીએ કે તરત પાપની માફીનો ભેદ આપણી આગળ સ્પષ્ટ થવા માંડે છે અને ઈશ્વરની કૃપા જોવાથી આપણે પસ્તાવો કરવા માંડીએ છીએ. પાપીઓને માટે પોતાનાં પ્રાણ અર્પણ કરી ઈસુએ નહિ સમજાય એવો પ્રેમ બતાવ્યો છે; અને આ પ્રેમ જોતાં જોતાં પાપીનું હ્રદય ગરીબ થઈ જાય છે, તેના મન પર ઉંડી છાપ પડે છે અને આત્મામાં પશ્ચાતાપ જાગૃત થાય છે. SC 23.3

ઘણી વખત માણસો પોતે ખ્રીસ્ત તરફ આકર્ષાતા જાય છે, એ વાતા જાણ્યાં પહેલાં પણ પોતાના પાપી કૃત્યોને લીધે શરમાઈને પોતાની કેટલીક કુટેવોનોત્યાગ કરે, ત્યારે જરૂર જાણવું કે ખ્રીસ્તની શકિત એને ખેંચી રહી છે. તેના આત્માને એક અજ્ઞાત સત્તા ચલાવે છે -અને તેના અંતરને જાગૃત કરી બહારનું જીવન સુધારે છે. વળી જેમ જેમ ખ્રીસ્ત તેને વધસ્તંભ તરફ તેમજ તેના પાપે વિંધાએલ પોતાના શરીર તરફ જોવા પ્રેરે છે, તેમ તેમ ખ્રીસ્તની આજ્ઞા તેના અંતરમાં સ્થાન લેવા માંડે છે. મારૂં જીવન પાપી-દુષ્ટ છે, અને પાપ મારા આત્મામાં-અંતર-ઘર કરી બેઠું છે, એ વાત તે સમજી જાય છે. ખ્રીસ્તનું ન્યાયીપણું તેના હ્રદયમાં ઠસવા માંડતાં ત બોલી ઉઠે છે કે “અરે, પાપ શું છે કે તેમાંથી મુકિત મેળવવા માટે આવા ભોગની જરૂર પડે ? શું આપણને નાશમાંથી બચાવવા અને અનંત જીવન અપાવવા આટલા બધા પ્રેમ, આટલા બધા દુ:ખ અને આટલી બધી નામોશીની જરૂર હશે ?” SC 23.4

પાપી આ પ્રેમની સામો થશે; ખ્રીસ્ત તરફ ખેંચાવા ના પાડશે ; પણ જો તે સામો નહિ થાય તો ખ્રીસ્ત તરફ જરૂર ખેંચાશે. ઈશ્વરે માણસનાં ઉદ્ઘાર માટે કરેલી યોજના જાણવાથી તે પોતાના પાપને લીધે ઈશ્વરનાં વહાલા પુત્રને દુ:ખ થયું તે માટે પશ્ચાતાપ કરતો કરતો કરતો વધસ્તંભ પાસે જશે. SC 24.1

જે દૈવી મન કૂદરતની બીજી વસ્તુઓ પર કામ કરે છે. તે જ મન માણસનું હ્રદય જાગૃત કરી તેમાં જે વસ્તુ તેઓની પાસે નથી તે જે માટે અવર્ણનીય ભૂખ પેદા કરે છે. અને આ ભુખ જગતની ચીજોથી ભાંગતી નથી. ઈશ્વરનો આત્મા જે વસ્તુથી જ શાંતિ અને આરામ મળે તે વસ્તુ જ શોધવા આજીજી કરે છે. તે વસ્તુઓ કઈ ? ઈસુની કૃપા અને પવિત્રતાનો આનંદ, ર્દષ્ટ અને અર્દષ્ટ શકિતઓ પોતાનામાં તેઓને મળી શકે તે અનંત આશિર્વાદો તરફ ખેંચ્યા જ કરે છે. જગતનાં કાણાં ઘડામાંથી પીવા માટે ફોકટ ફાંફાં મારતા માણસોને તે ઈશ્વરી સંદેશો મોકલે છે કે, “જે તરસ્યયો હોય, તે આવે; જે ચાહે, તે જીવનનું પાણી મફત લે.” પ્રકટી રર:૧૭. SC 24.2

તમારૂં હ્રદય આ જગત આપી શકે તે કરતાં કાંઈક વધારે ઉત્તમ વસ્તુ માટે તલસે છે માટે તમારે જાણવું જોઈએ કે આ તૃષા એ તમારાં આત્મામાં ઈશ્વરી અવાજ છે. તેની પાસે પસ્તાવો માંગો, અને તેની સંપૂર્ણ પવિત્રતા નમને આપવામાં આવે એવી વિનંતી કરો. આપણાં ત્રાતાનાં જીવનમાં ઈશ્વરી કાયદાનાં સિદ્ઘાંતો-ઈશ્વર તથા મનુષ્ય પ્રત્યે પ્રેમ-સંપૂર્ણ રીતે જણાઈ આવે છે પરોપરકારમય પ્રેમ એ એના આત્માનું જીવન હતું. જેમ જેમ આપણે તેને જોતા જઈએ ને આપણાં ત્રાતાનો પ્રકાશ આપણાં પર પડતો જાય છે, તેમ તેમ આપણે આપણાં હ્રદયનું પાપીપણું જોઈ શકીએ છીએ. SC 24.3

નીકોદીમસની માફક આપણે બડાઈ મારીએ કે આપણું જીવન સરળ છે, આપણુંનૈતિક ચારિત્ર શુદ્ઘ છે અને ઈશ્વર આગળ હ્રદય નમ્ર કરવાની આપણને કાંઈ જરૂર નથી, શું આપણે સામાન્ય પાપી મનુષ્યો છીએ ? પરંતુ જયારે ખ્રીસ્તનો પ્રકાશ આપણા આત્મા પર પડશે, ત્યારે આપણે કેટલાં અપવિત્ર છીએ, તે સમજીશું અને આપણાં જીવનને દુષીત કરનાર સ્વાથૅી ભાવના તથા ઈશ્વર પ્રત્યે વેરની લાગણી આપણામાં કેટલી છે તે સમજી શકીશું ત્યારે આપણને સમજણ પડશે કે બેશક આપણા સર્વ પુણ્ય કામ મેલાં લુગડાં જેવા છે, અને પાપથી થએલી અશુદ્ઘતાને ખ્રીસ્તનું લોહી જ શુદ્ઘ કરી શકે અને ખ્રીસ્તની પ્રતિમામાં આપણાં અંત:કરણ નવાં કરી શકે. ઈશ્વરનાં મહિમાનું એક જ કીરણ, ખ્રીસ્તની પવિત્રતાના પ્રકાશનો એક જ અંશ આપણા આત્માને ભેદી નાખીને આપણાં બધાં કલંકો સ્પષ્ટ બતાવે છે અને મનુષ્ય જીવનનાં ચારિત્ર્ય દૂષણો અને ખામીઓ ખુલ્લાં કરી નાખે છે. તે અપવિત્ર વાસના, અવિશ્વાસુ હ્રદય અન અશુદ્ઘ વાણી જણાવે છે. ઈશ્વરી કાયદા તોડવાથી પાપી મનુષ્યે કરેલાં અવિશ્વાસુ કૃત્યો તેની નજર આગળ ખુલ્લાં થાય છે અને ઈશ્વરનાં આત્માની તીવ્ર અસરથી તેનું અંત:કરણ અપરાધી અને ઘણું દુ:ખી થાય છે. તે ખ્રીસ્તનું પવિત્ર અને નિષ્કલંક ચારિત્ર જોઈ પોતાની જાતથી કંટાળી જાય છે. SC 25.1

દાનીએલ ભવિષ્યવાદીએ પોતાની પસો આવેલ સ્વરગીય દૂતને મહીમાથી વીંટળાએલો જોયો ત્યારે તેના મનમાં પોતાની નબળાઈ અને અપૂર્ણતા માટે અજબ લાગણી ભરાઈ આવી. આ અદ્ભૂત ર્દશ્યનું વર્ણન કરતાં તે કહે છે કે, “મારામાં કંઈ શકિત રહી નહિ ; કેમકે મારૂં સૌદર્ય બદલાઈને નિસ્તેજ થઈ ગયું, ને મારામાં કાંઈ પણ શકિત રહી નહિ.” દાનીયેલ ૧૦:૮. આવી લાગણીથી પીગળેલો આત્મા પોતાના સ્વાથૅીપણાને ધિક્કારે છે, સ્વપ્રેમને તિરસ્કારે છે અને ખ્રીસ્તના ન્યાયિપણા દ્વારા - ઈશ્વરના કાયદા અને ખ્રીસ્તના ચારિત્ર સાથે સામ્ય હોય એવી -હ્રદયની પવિત્રતા શોધે છે. SC 25.2

પાઉલ કહે છે કે બહારથી જોતાં હું “નિયમશાસ્ત્રના ન્યાયિપણા સંબંધી નિર્દોષ” તો. ફિલિપી. ૩:૬. પરંતુ જયારે તેણે નિયમશાસ્ત્રની આત્મીક બાજુ જોઈ ત્યારે તેને ખાત્રી થઈ કે હું તો પાપી છું, નિયમશાસ્ત્રની આત્મીક બાજુ જોઈ ત્યારે તેને ખાત્રી થઈ કે હું તો પાપી છું, નિયમશાસ્ત્રના શબ્દો તરફ નજર કરતાં માણસોની ર્દષ્ટિએ તે પાપથી દૂર રહ્રો હતો. પરંતુ તેણે શાસ્ત્રની પવિત્ર આજ્ઞાનાં ઉંડાણમાં નજર કરી અને પોતાની જાતને ઈશ્વરની ર્દષ્ટિએ તપાસી, ત્યારે તેની આંખ ઉઘડી ગઈ; તેણે નામોશીથી નમીને પોતાનાં પાપ કબૂલ કર્યાં. તે કહે છે કે “હું તો અગાઉ નિયમ વિના જીવતો હતો, પણ આજ્ઞા આવી એટલે પાપ સજીવન થયું અને હું મુઓ.” રૂમીઓ. ૭:૯. નિયમશાસ્ત્રનું આત્મિક સ્વરૂપ જોતાં જ તેને પાપનું ખરેખરૂં ભયંકર સ્વરૂપ દેખાયું એટલે તેનું સ્વાભિમાન ગળી ગયું. SC 25.3

ઈશ્વર બધા પાપને સરખાં નથી ગણતો ; જેમ માણસની નજરમાં અમુક પાપ નાનાં અને અમુક મોટાં ગણાય છે, તેમ ઈશ્વરની નજરમાં અમુક પાપ નાનાં અને અમુક મોટાં ગણાય છે. પરંતુ અમુક પાપ માણસની ર્દષ્ટિએ ગમે તેટલું નજીવું દેખાય છતાં ઈશ્વરની ર્દષ્ટિએ તો તે પા છે માટે જ ઘણું ભયંકર છે. તે કોઈ પણ પાપને નાનું ગણતો નથી. માણસની ર્દષ્ટિ પક્ષાપાતી અને અપૂર્ણ છે : ઈશ્વર દરેક ચીજને તેના ખરા સ્વરૂપમાં જુએ છે. માણસો દારૂ પીનારનો તિરસ્કાર કરી કહે છે કે, ‘તુ સ્વર્ગમાં જઈ શકશે નહિ.’ પણ ઘણુંખરૂં અભિમાની, સ્વાથૅી કે લોભીનું કોઈ નામ પણ નથી દેતું. પરંતુ ખાસ કરીને આ પાપ ઈશ્વરને કંટાળો આપે છે કારણ કે, તે તેના પરોપકારી સ્વભાવથી તેમજ નિસ્વાથૅી પ્રેમ-જે પાપમાં નહિ પડેલ સૃષ્ટિ ના વાતાવરણનું સ્વરૂપ છે, - તેની વિરૂદ્ઘ છે. ભયંકર પાપમાં ફસાઈ ગએલ માણસને કદાચ શરમ અને કંગાલીઅત લાગે અને ખ્રીસ્તની કૃપાની જરૂર જણાય; પરંતુ જેના હ્રદયમાં અભિમાન દાખલ થયું તેનેં કાંઈ પણ જરૂર લાગતી નથી તેથી તે ખ્રીસ્ત અને તેના અનંત આશિર્વાદો સામે પોતાના હ્રદયના દરવાજા બંધ કરી દે છે. SC 26.1

પેલા દાણીએ પ્રાર્થના કરી કે “ઓ દેવ, હું પાપી છું, મારા પર દયા કર. ” (લુક ૧૮:૧૩). તે બિચારો પોતાની જાતને દયના દરવાજા બંધ કરી દે છે. SC 26.2

પેલા દાણીએ પ્રાર્થના કરી કે “ઓ દેવ, હું પાપી છું, મારા પર દયા કર.” (લુક ૧૮:૧૩). તે બિચારો પોતાની જાતને ઘણી દુષ્ટ માનતો હતો અને બીજાઓ પણ તેને એ જ નજરે જોતા હતા. પરંતુ તેને પોતાને જરૂર લાગી અને પોતાના અપરાધ તથા શરમનાં બોજા સાથે તે દયા માગતો ઈશ્વર પાસે આવ્યો. ઈશ્વરનો આત્મા તેને પાપની સત્તામાંથી છોડાવી શકે એ માટે તેણે પોતાનું હ્રદય ઈશ્વરનાં આત્મા આગળ ખુલ્લું મૂકી દીધુ. હવે પેલા ફરોશીની પ્રાર્થના તરફ નજર કરો. તે પોતાની પ્રાર્થનામાં મિથ્યાભિમાનને લીધે પોતાના ન્યાયિપણાનાં બણગાં ફૂંકે છે. તે પરથી આપણે જોઈ શકીએ છીએ કે તેનું હ્રદય પવિત્ર આત્માની કૃપા માટે ખુલ્લું ન હતું. તે ઈશ્વરથી ઘણો દૂર હતો, તેથી તેને પોતાના પાપ, પોતાની જાત તથા ઈશ્વરની પવિત્રતા વચ્ચે કેટલું અંતર છે, તેનો જરાએ ખ્યાલ ન હતો. તેને કંઈ જરૂર ન લાગી, એટલે તેને કંઈ મળ્યું પણ નહિ. SC 26.3

જો તમને જણાય કે હું પાપી છું, તો પછી જાતે સુધરાશે એમ કહી બેસી ન રહેશો. આપણે ખ્રીસ્ત પાસે જવાને લાયક નથી એવું ધારનારાં કેટલાંક હશે ? શું તમે પોતાના પ્રયત્નથી સુધરવા માંગો છો ? “હબશી પોતાની ચામડી કે ચિત્તો પોતાનાં ટપકાં બદલી શકે શું ? તો તમે ભૂંડુ કરવાને ટેવાએલા પણ ભલું કરી શકશો ? યિર્મેયાહ. ૧૩:ર૩. ફકત ઈશ્વરજ આપણને મદદ કરી શકશે. આપણે વધારે સારી સમજાતી, તક કે સ્વભાવની પવિત્રતનાની રાહ જોઈ બેસી ન રહેતાં, જેવા હોઈએ તેવા જ ખ્રીસ્ત આગળ આવવું જોઈએ. આપણે જાતે કંઈજ કરી શકીએ તેમ નથી. SC 27.1

પરંતુ ઈશ્વર પોતાનાં અનંત પ્રેમ અને દયાને લીધે તેની કૃપાનો નકાર કરનારને પણ આખરે માફી અને તારણ આપશે, એવો વિચાર કરી કોઈએ પોતાની જાતને છેતરવી નહિ. પાપનાં અત્યંત ભયંકરપણાની કીંમત વધસ્તંભને નજરમાં રાખીનેજ કરી શકાયે કોઈ તમને કહે કે ઈશ્વર ઘણો જ ભલો છ, તે પાપીને કાઢી નહિ મૂકે, ત્યારે તેને કાલ્વરી તરફ નજર કરવા કહે જો. માણસનાં તારણ માટે બીજો કોઈ રસ્તો ન હોવાથી તેમજ પાપના અભડાવનાર પંજામાંથી છૂટી પવિત્ર પ્રાણીઓ સાથે ફરી સંબંધ જોડવાનું ખ્રીસ્તનો ભોગ આપ્યા સિવાય અશકય હોવાથી તેમજ ફરીથી આત્મીક જીવનનાં ભાગીદાર થવાનો કંઈ પણ સંબંધ ન હોવાથી ખ્રીસ્તે આજ્ઞા ભંગ કરનારના અપરાધ પોતાના માથે લીધા અને પાપીઓને બદલે પોતે દુ:ખ ભોગવ્યું. ઈશ્વરપુત્રના પ્રેમ, દુખ અને મરણ પાપના ભયંકરપણાની સાક્ષી પૂરે છે અને જાહેર કરે છે કે માણસ ખ્રીસ્તને આધીન થાય નહિ, ત્યાં સુધી પાપનાં પંજામાંથી તેનો છુટકારો નથી: તેને માટે ઉચ્ચ જીવનની આશા નથી. SC 27.2

કેટલીક વખત પશ્ચાતાપ નહિ કરનાર માણસો ખ્રીસ્તી હોવાનો દાવો કરનાર- નામના ખ્રીસ્તીઓ- તરફ જોઈને કહે છે કે, “તે મારા કરતાં સારાં નથી. હું તેમના જેટલો જ ત્યાગી, શાંત અને સ્વસ્થ છું. તેઓ પણ મારા જેટલો જ આનંદ અને વિલાસ ભોગવે છે.” આ રીતે બહાનું કાઢી પોતે પોતાની ફરજમાંથી ચૂકે છે. પણ બીજાનાં પાપ અને દોષને લીધે આપણે આપણાં પાપમાંથી છટકી શકતાં નથી. કેમકે ઈશ્વરે આપણા માટે જે નમુનો આપ્યો છે, તે ભૂલ કરનાર માણસનો નથી. આપણને જે નમૂનો આપવામાં આવ્યો, તે તો નિષ્કલંક પ્રભુપુત્રનો હતો. માટે પોતાને ખ્રીસ્તી કહેવડાવાનાર જીવન વ્યવહારમાં ખામી બતાવતા હોય, તેઓની ફરજ છે કે પોતે ઉત્તમ જીવન ગાળી બીજાની આગળ સરસ દાખલો મુકવો.ખ્રીસ્તી કેવા હોવા જોઈએ તે સંબંધી તેઓને ઘણોજ ઉંચો ખ્યાલહોય, તો શું તેટલા પરથી તેમના પાપ વધારે મોટાં છે એમ નથી લાગતું? ખરૂં શું છે, તે વાત તેઓ જાણે છે, છતાં તે પ્રમાણે વર્તવા તેઓ ના પાડે છે. SC 28.1

મુલતવી રાખવાની ટેવથી સાવચેત રહેજો. ઈસુ દ્વારા પાપ ત્યાગ કરવાનું અને હ્રદયની પવિત્રતા શોધવાનું કામ મુલતવી રાખતા નહિ. આજ દોષને લીધે લાખો માણસોએ ભૂલ કરી છે, તેથી હંમેશને માટે તેમને નુકશાન થયું છે. માણસની જીંદગી ટુંકી અને અસ્થિર છે તે વિષય હું અહીં નહિ ચર્ચુ ; પરંતુ ઈશ્વરનાં પવિત્ર આત્માનાં વિનંતી ભર્યા અવાજને આધીન થવામાં ઢીલ કરવામાં એટલે પાપમાં પડી રહેવાનું પસંદ કરે છે, તેમાં ઘણો જ ભય છે; ખરેખર આ ભય એટલો ભયંકર છે કે આપણે તેને પુરેપુરો સમજતાં નથી. પાપ ગમે તેટલું નાનું -ગમે તેટલું નજીવું- લાગતું હોય પણ તેમાં પડી રહેવામાં હંમેશને માટે નાશમાં જવાનો ભય રહેલો છે. જે આપણે નહિ જીતીએ તે આપણને જીતી આપણો નાશ કરશે. SC 28.2

પેલું ઈશ્વરે ના કહેલં ફળ ખાતી વખતે આદમ અને હવાએ પોતાના મનથી માનેલું કે આવી નજીવી બાબતમાં પણ ઈશ્વરના સાશ્વત અને પવિત્ર નિયમનો ભંગ હતો. તેને લીધે જ મનુષ્ય અને ઈશ્વર જુદા પડી ગયા. મોતના દ્વારઉઘાડી નાંખ્યાં અને જગત પર અવર્ણનીય સંકટ પડવા દીધાં. જમાના થયાં પૃથ્વીમાંથી આર્તનાદ નીકળ્યા જ કરે છે, અને માણસે આજ્ઞાભંગ કયર્ો તેને પરિણામે આખું વિશ્વ દુ:ખથી પીડાતું પ્રસવ વેદના સમી વેદના ભોગવે છે. સ્વર્ગને પણ ઈશ્વર સામે કરેલ બળવાની અસર લાગી છે. ઈશ્વરી કાયદાના ભંગ માટે સમાધાન કરવા સારૂ જે કરવું પડયું તેનો સ્મરણ સ્તંભ, એ કાલ્વરી. આપણે પાપને નજીવી વાત ન સમજવી જોઈએ. SC 28.3

દરેક આજ્ઞાભંગ, ખ્રીસ્તની કૃપાની કરેલ દરેક અવણના કે નકાર આપણને પાછાં ધકેલે છે. એ ઉપરાંત તેનાથી હ્રદય વધારે કઠોર બને છ, બુદ્ઘિ ભ્રષ્ટ થાય છે, સમજ શકિત મંદ પડી જાય છે અને પવિત્ર આત્માનાં માયાળુ આમંત્રણ સ્વિકારવાની વૃતિ ઓછી થાય છે. એટલું જ નહિ પરંતુ શકિત પણ ઘટી જાય છે. SC 29.1

‘મરજીમાં આવશે ત્યારે આપણે આપણી દુષ્ટ રીતભાત-ચાલ ચલગત -બદલી શકીશું’ એમ વિચારી ઘણાં માણસો પોતનાં દુ:ખી અંતરને દિલાસો આપે છે. વળી તેઓ એવું પણ ધારે છે, કે કૃપાના આમંત્રણની ગમે તેટલી વાર અવગણના કરીશું, તો એ આપણને ફરી આમંત્રણ આવશે; કૃપાનાં આત્માનો તિરસ્કાર કરીશું અને આપણે શેતાન તરફ વલણ રાખીશું તો પણ ખરેખરા ભયંકર વખતે આપણું વર્તન બદલી શકીશું. પણ આ બદલાણ એટલી બધી સહેલાઈથી કરી શકાતું નથી. આખી જીંદગીના અનુભવન અને કેળવણીથી ઘડાએલ માણસનું ચારિત્ર્ય એવું ઘડે છે કે પાછળથી ઈસુની પ્રતિમાનો સ્વિકાર કરવાની ઘણા જ ઓછાને ઈચ્છા થાય છે. SC 29.2

ચારિત્રની એક જ ખામી, એક જ પાપી ઈચ્છા જો જીદ્દી થઈને ઉછેરશો તો છેવટે તે સુવાર્તાની શકિતને નિર્બળ કરી નાખશે. દરેક પાપમય કામથી ઈશ્વર તરફ આત્માનો અણગમો વધતો જાય છે. જે માણસ દૈવી સત્ય તરફ કઠોર નાસ્તીકપણુ કે સુસ્ત બેદરકારી બતાવે છે, તે પોતે વાવેલાનાં ફળ ભોગવે છે. શાસ્ત્રમાં પાપ તરફ બેદરકારી રાખનાર માટે ભયંકરમાં ભયંકરણ ચેતવણી આપેલી તે એ છે કે, “દુષ્ટ તેના પાપરૂપી પાશથી પકડાઈ રહેશે.” નિતિવચન પ:રર. SC 29.3

ખ્રીસ્ત આપણને પાપમાંથી મુકત કરવાને તૈયાર છે, પણ તે આપણા પર આપણી ઈચ્છા વિરૂદ્ઘ બળાત્કાર નહિ કરે; અને જો આપણી ઈચ્છા જ વારંવાર આજ્ઞાભંગ કરી પાપમાં પડી રહેવાની હોય, જો પાપ મુકત થવા આપણી મરજી જ નહોય અને આપણે તેની કૃપા સ્વીકારવાજ ના પાડતા હોઈએ, તો પછી ઈસુ બીજુ શું કરી શકે ? તેના પ્રેમનો મજબુત તિરસ્કાર કરી આપણે આપણી જાતનો નાશ કર્યો છે. “જુઓ , હમણાંજ માન્ય કાળ છે¦ જુઓ, હમણાંજ તારણનો દિવસ છે ¦” “જો તમે આજ તેની વાણી સાંભળોં તો તમારાં હ્રદય કઠણ કર્યા કરો મા.” ર કોરીંથી ૬:ર; હેબ્રી ૩:૭,૮. SC 29.4

“માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવાહ(ઈશ્વર) હ્રદય તરફ જુએ છે.” રૂ શમૂએલ ૧૬:૭. મનુષ્ય હ્રદય આનંદ અને શોકની લાગણીઓથી ભરપૂર છે; પરંતુ ઈશ્વર તે હ્રદયના હેતુ, ઈચ્છા અને ઈરાદા જાણે છે તમારો આત્મા પાપથી ખરાડએલ છે, તેવો જ લઈને તેની પાસે જજો અને ગીતશાસ્ત્રીકારની માફક એ સર્વ દ્રષ્ટા આગળ હ્રદયના દ્વાર ખુલ્લાં મૂકી કહે જો કે “હે ઈશ્વર, મારી પરીક્ષા કર, અને મારૂં અંત:કરણ ઓળખ; મને પારખ, અને મારા વિચારો જાણી લે ; મારામાં કંઈ દુરાચરણ હોય તો તે તું જોજે, અને મને સનાતન માર્ગમાં ચલાવજે.” ગીતશાસ્ત્ર ૧૩૯:ર૩, ર૪. SC 30.1

ઘણાં માણસો પોતાની બુદ્ઘિનો કે મનનો ધર્મ એટલે બહારથી ધર્મ સ્વિકારે છે. પરંતુ તે વખતે તેઓનાં હ્રદય શુદ્ઘ થએલ નથી હોતાં. તમે હંમેશાં પ્રાર્થના કરજો કે, “હે દેવ, મારામાં શુદ્ઘ હ્રદય ઉત્પન્ન કર અને મારા આત્માને નવો અને ¹ઢ કર.” ગીતશાસ્ત્ર પ૧:૧૦. તમારા આત્મા સાથે સત્યતાથી વર્તજો. તમારી જીંદગી જોખમમાં હોય, ત્યારે તેને બચાવવા જેટલા ખરા ભાવથી અને ઉત્સાહથી કામ કરો, તેટલાં જ ખરા ભાવથી અને ઉત્સાહથી કામ કરજો. આ એવી બાબત છેકે જેનો તમારા આત્મા અને ઈશ્વર વચ્ચે નીકાલ થવાનો છે અને તે નીકાલ અનંત કાળ માટે થવાનો છે: કલ્પીત આશા રાખી તે પર બેસી રહેશો, તો તમારો નાશ થશે. SC 30.2

પ્રાર્થનાપૂર્વક બાઈબલનો અભ્યાસ કરો. એ બાઈબલ તમારા જીવન માટે ઈશ્વરનાં નિયમમાં અને ખ્રીસ્તના જીવનમાં પવિત્રતાનાં સિદ્ઘાંત બતાવશે. તે સિદ્ઘાંત પ્રમાણે ચાલ્યા વિના “કોઈ માણસ પ્રભુને દેખશે નહિ” હેબ્રી ૧ર:૧૪. એ સિદ્ઘાંત આપણને પાપની ખાતરી કરી આપે છે અને મુકિતનો માર્ગ સ્પષ્ટ રીતે બતાવી દે છે. ઈશ્વરનો અવાજ એટલે બાઈબલ તમારા અંતરમાં બોલે છે એમ સમજીને લક્ષા લગાડો. SC 30.3

તમારાં પાપનું ભયંકરપણું તથા તમારૂં પોતાનું ખરૂં સ્વરૂપ જોઈ આશા છોડતા નહિ. ખ્રીસ્ત પાપીઓને જ બચાવવા માટે આવ્યો હતો. આપણે દેવ સાથે સમાધાન કરતા નથી, પણ “દેવ ખ્રીસ્તમાં જગતનું સમાધાન પોતાની સાથે કરાવે છે” ર કોરીંથી પ:૧૯ કેવી અદ્ભૂત પ્રીતિ¦ તે પોતાના શાંત, કરૂણામય પ્રેમ વડે પોતાનાં ભૂલેલાં બાળકોનાં હ્રદય મેળવી લે છે. ઈશ્વર પોતાનાં બાળકોનાં દોષો અને ભૂલો તરફ જેટલી ધીરજ રાખે છે તેટલી ધીરજ દુનીઆનાં મા બાપ કદી નથી રાખી શકતાં. ગુન્હેગારોને તેના કરતાં વધારે મમતાથી કોઈ નથી સમજાવી શકતું. રસ્તો ભુલેલા રખડતાને બચાવવા માટે તેના કરતા વધારે માયાળુ આજીજી કોઈ પણ માણસની જીભે કદી પણ થઈ નથી. તે જે જે વચનો , જે જે ચેતવણી આપી છે, તે બધાંમાં તેનો અવર્ણનીય પ્રેમ જ જણાય છે. SC 31.1

જયારે શેતાન તમારી પાસે આવીને કહે કે, ‘તું બહું પાપી છે’ ત્યારે તમારા તારનાર તરફ નજર કરી તેના ગુણગાન કરજો. તેના પ્રકાશ તરફ નજર કરવાથી તમને મદદ મળશે. તમારાં પાપ કબુલ કરજો, પણ શત્રુને તો કહી દેજો કે, “ખ્રીસ્તુ ઈસુ પાપીઓને તારવા માટે જગતમાં આવ્યો ” હતો. ૧તીમોથી ૧:૧પ અને તેની અનુપમય પ્રેમથી મારૂ તારણ થશે.ઈસુએ સીમોનને પ્રશ્ન પૂછયો કે બે દેવાદાર હતા. એકને વધારે દેવું હતું અને બીજાને ઓછું હતું. હવે તેમના લેણદારે બેઉનું દેવું માફ કર્યુ, આ બેમાંથી કયો દેવાદાર પોતાના લેણદાર પર વધારે પ્રેમ રાખશે? સીમોને જવાબ આપ્યો, “જેને તેણે વિશેષ માફ કીધું તે.” લુક ૭:૪૩. આપણે મહા પાપી હતા, પરંતુ આપણાં પાપની માફી અપાવવા માટે ખ્રીસ્ત મરણ પામ્યો. આપણી ખાતર તેણે આપેલ ભોગનું પુણ્ય ઈશ્વરની નજરમાં પુરતું છે. જેને તેણે વિશેષ માફ કીધું છે, તેઓ તેના પર સૌથી વધારે પ્રેમ રાખશે અને વધારે પાસે ઉભા રહીને તેના મહાન પ્રેમ અને અમાપ ભોગ માટે વિશેષ ગુણગાન કરશે. આપણે જેમ જેમ ઈશ્વરનો પ્રેમ સંપૂર્ણ સમજતા જઈશું, તેમ તેમ આપણું પાપ કેટલું ભયંકર છે તેનો ખ્યાલ આપણને આવશે. જયારે આપણે આપણને ઉંચકવા મૂકેલી સાંકળની લંબાઈ જોઈશું અને આપણે ખાતર ઈસુએ આપેલ અવર્ણનીય ભોગનો આપણને જરા ખ્યાલ આવશે ત્યારે આપણાં હ્રદય માયાળુપણાથી અને પશ્ચાતાપથી પીગળી જશે. SC 31.2