ખ્રીસ્તની પ્રભુતામાં પગલાં
પ્રભુમાં આનંદ
ઈશ્વરના બાળકોને પ્રભુની ભલાઈ અને દયા બતાવનારાં ખ્રીસ્તના પ્રતિનિધિ થવા તેડવામાં આવેલા છે. જેમ ઈસુએ આપણી આગળ પિતાનું ખરૂ ચારિત્ર્ય પ્રગટ કર્યું, તેમ જગત ઈસુનો મૃદુ અને કરૂણાળુ પ્રેમ નથી જાણતું, તેની આગળ આપણે ખ્રીસ્તને પ્રગટ કરવાનો છે. ઈસુએ કહ્રું કે, “જેમ તેં મને જગતમાં મોકલ્યો છે, તેમ મેં પણ તેઓને જગતમાં મોકલ્યા છે. ” ‘હું તેઓમાં અને તું મારામાં થાય, જેથી...... જગતમાં જાણે કે તેં મને મોકલ્યો છે.” યોહાન ૧૭:૧૮, ર૩. “તમે ખ્રીસ્તના પત્ર તીરીકે પ્રગટ થયા છો” અને તે “સર્વ માણસોના જાણવામાં તેમ વાંચવામાં આવે છે.” ર કોરીંથી ૩:૩, ર. પોતાના દરેક બાળકમાં ઈસુ જગતને પત્ર મોકલે છે. જો તમે ખ્રીસ્તના અનુયાયી હોય, તો તમારી માર્ફત જે કુટુંબ , ગામ, અને મહોલ્લામાં તમે રહેતા હો ત્યાં તે પત્ર મોકલે છે. તમારામાં ખ્રીસ્ત રહે છે અને જેઓ તેને ઓખળતાં નથી તેઓનાં હ્રદય સાથે વાત કરવા ઈચ્છે છે. કદાચ તેઓ બાઈબલ નહિ વાંચતાં હોય; તેના પાનામાંથી આવતો અવાજ તેઓ નહિ સાંભળતાં હોય; તેઓ ઈશ્વરના કામદ્વારા તેનો પ્રેમ નહિ જોતાં હોય. પરંતુ જો તમે ખ્રીસ્તના ખરા પ્રતિનિધિ હશો, તો કદાચ તમારી મારફતે તેઓ ઈસુની ભલાઈ કંઈક સમજી શકશે અને તેને ચાહવા તથા તેની સેવા કરવા તેઓનાં મન જીતી શકાશે. SC 94.1
ખ્રીસ્તીઓને સ્વર્ગને રસ્તે મશાલવાળા તરીકે રાખવામાં આવ્યા છે. તેઓ ખ્રીસ્તમાંથી પોતા પર પડતો પ્રકાશ જગત પર નાંખવાના છે. તેઓનું જીવન અને ચારિત્ર્ય એવાં હોવાં જોઈએ કે તેમની મારફતે બીજાઓને ખ્રીસ્ત વિષે અને તેના જીવન વિષે ખરો ખ્યાલ આવે. SC 94.2
જો આપણે ખ્રીસ્તના પ્રતિનિધિ હોઈએ, તો આપણે તેની સેવા ખરેખર આકર્ષક છે તેટલી જ આકર્ષક બતાવીશું. જે ખ્રીસ્તીઓ પોતાના આત્માની આસપાસ ઉદાસી અને શોકનું વાતાવરણ ઉભું કરે છે, બબડે છે અને ફરીઆદો કરે છે. તેઓ બીજાઓની આગળ પરમેશ્વર અને ખ્રીસ્તી જીવનનું ખોટું ચિત્ર રજુ કરે છે. તેઓ એવી અસર ઉત્પન્ન કરે છે કે, પોતાનાં બાળકો સુખી થાય, તેમાં ઈશ્વર રાજી નથી, અને આ રીતે આપણા સ્વર્ગીય પિતાની વિરૂદ્ઘ ખોટી શાક્ષી પુરે છે. SC 94.3
જયારે શેતાન ઈશ્વરનાં બાળકોને અવિશ્વાસ અને નિરાશા તરફ દોરી શકે છે, ત્યારે તે ઘણો આનંદ પામે છે. આપણે ઈશ્વર પર શ્રદ્ઘા ન રાખીએ અને આપણો ઉદ્ઘાર કરવાની તેનામાં શકિત તથા ઈચ્છા છે, તે વિષે શંકા કરીએ, તો શેતાન ખુશી થાય છે. ઈશ્વર તેની કૃતિઓનથી આપણને નુકસાન કરશે એવું આપણને લાગે તો ઠીક, એમ શેતાન ઈચ્છે છે. ઈશ્વરમાં કરૂણા અને દયા ઓછી છે, એવું બતાવવું એ શેતાનનું કામ છે. તે ઈશ્વર વિષેનું સત્ય ખોટી રીતે જણાવેછે. તે ઈશ્વર વિષે ખોટા વિચારોથી કલ્પનાને ભરી દે છે; અને આપણા સ્વર્ગીય પિતાના સંબંધમાં સત્ય પર વિચાર કરવાને બદલે, આપણે ઘણી વાર શેતાનના અસત્ય કવન પર મન લગાડી, ઈશ્વર પર અવિશ્વાસ બતાવી તેમજ તેની વિરૂદ્ઘ બબડી, તેનું અપમાન કરીએ છીએ. શેતાન હંમેશાં ધાર્મિક જીવનને ઉદાસીન બનાવવા પ્રયત્ન કરે છે. તે કંટાળા ભરેલું અને કઠણ દેખાય એવું શેતાન ઈચ્છે છે; અને જયારે ખ્રીસ્તી પોતાના જીવનમાં ધર્મનું આવું સ્વરૂપ બતાવે છે, ત્યારે તે પોતાના અવિશ્વાસપણા દ્વારા શેતાનના અસત્યને ટેકો આપે છે. SC 95.1
જીવનના માર્ગે જતાં ઘણાં માણસો પોતાની ભૂલો, નાસીપાસીઓ અને નીરાશાઓ પર વિચાર કરે છે એટલે તેમનાં હ્રદય દીલગીર અને નાહિંમત થઈ જાય છે. જયારે હું યુરોપમાં હતી, ત્યારે એક બેન કે જે આ પ્રમાણે કરતી હતી અને ઉંડા દુ:ખમાં હતી, તેણે દીલાસા માટે મારા પર પત્ર લખ્યો હતો. આ પત્ર વાંચ્યા પછી બીજી જ રાતે મને સ્વપનું આવ્યું; સ્વપનામાં હું એક વાડીમાં હતી અને એક જણ વાડીના માલીક જેવો દેખાતો હતો, તે મને વાડીના રસ્તે લઈ જતો હતી. હું ફુલો વીણતાં વીણતાં સુગંધ લેતી હતી તે વખતે મારી બાજુએ ચાલતી આ બેને પોતાના રસ્તામાં નડતા બેડોળ કાંટાવાળા છોડ તરફ મારૂં ધ્યાન ખેંચ્યું. ત્યા તે રડવા અને દુ:ખી થવા લાગી. તે ભોમીઆની પાછળ પાછળ રસ્તે આવવાને બદલે કાંટાવાળ છોડ(બોરડી) અને કાંટામાં ચાલતી હતી. તેણે રડતાં રડતાં કહ્રું ” અરે, આ સુંદર વાડી કાંટાથી બગડી એ ખરેખર દયાજનક નથી ? ” તે પરથી ભોમીઆએ કહ્રું કે, “કાંટાને રહેવા દો, એ તમને વાગશે. માટે ગુલાબ, કમળ અને બીજા ફુલો વીણો.” SC 95.2
શું તમારા અનુભવમાં કોઈ સુંદર પ્રસંગો નથી આવ્યા ? શું જયારે તમારૂં હ્રદય ઈશ્વરના આત્મા તરફ જવાબમાં આનંદથી ધડકયું હોય એવા પ્રસંગો નથી આવ્યા ? શું તમારા જીવનના અનુભવનાં પ્રકરણો ઉકેલતાં કોઈ સુંદર પૃષ્ઠો નથી જડતાં ? શું સુવાસવાળાં ફૂલોની માફક તમારા રસ્તાની દરેક બાજુએ ઈશ્વરનાં વચનો નથી ઉતા ? શું તમે તેની સુંદરતા અને મધુરતાને તમારૂ હ્રદયન આનંદથી નહિ ભરવા દેશો ? SC 96.1
બાવળ અને કાંટાતો તમને વાગશે જ અને દુ:ખી જ કરશે; અને જો તમે આજ વસ્તુઓ ભેગી કરીને બીજાંઓને આપશો તો ઈશ્વરની ભલાઈને પોતે તુચ્છ ગણવા ઉપરાંત તમારી આજુબાજુના લોકોને જીવનના માર્ગમાં ચાલતા અટકાવશો, એવું તમને નથી લાગતું ? SC 96.2
ભૂતકાળનાં બધાં પાપ અને નિરાશાનાં સ્મરણો એકઠાં કરી મૂકવાં અને આપણે નિરાશામાં ડુબી જઈએ ત્યાં સુધી તેના વિષે વાતો અને શોક કરવો, એમાં ડહાપણ નથી. નિરાશ થએલ માણસનું હ્રદય અંધકારથી ભરેલું હોય છે તેથી ઈશ્વરનો પ્રકાશ તેના આત્માથી દૂર રહે છે અને તે બીજાના રસ્તા પર તેજ અંધકારનો પડછાયો પાડે છે. SC 96.3
ઈશ્વરે આપણને જે સુંદર ચિત્રો આપ્યાં છે, તે માટે તેનો ઉપકાર માનો. ચાલો, આપણે તેના પ્રેમની આશીર્વાદ ભરી ખાતરીઓ- પ્રેમનાં ધન્ય વચનો- એકઠાં કરીએ કે આપણે તેની તરફ હંમેશાં જોઈ શકીએ. ઈશ્વરના પત્રે પોતાના પિતાનું સિંહાસન છોડીને પોતાના દેવત્વ પર મનુષ્યત્ત્યવ પહેયુર્ં કે જેથી તે માણસને શેતાના હાથમાંથી બચાવી શકે; આપણે ખાતર જય મેળવીને તેણે માણસ માટે આકાશનું દ્વાર ખુલ્લું મૂકયું અને એ રીતે જયા ઈશ્વર પોતાનો મહિમા બતાવે છે, તે ઈશ્વરી દરબાર માણસની ર્દષ્ટિ આગળ પ્રગટ કરે છે. નાશના ખાડામાં પાપે પતિત મનુષ્ય જાતને નાખેલી તેમાંથી તેને કાઢવામાં આવી છે અને ફરીથી અપરીમિત ઈશ્વર સાથે તેનો સંબંધ સ્થાપવામાં આવ્ય છે, વળી આપણા ત્રાતામાં વિશ્વાસ દ્વારા ઈશ્વરી કસોટીમાંથી તે પસાર થઈ તેથી ખ્રીસ્તનાં ન્યાયીપણાનાં વસ્ત્ર પહેરાવીને તેને ખ્રીસ્તના રાજયાસન પર બેસાડવામાં આવી છે. ઈશ્વર આપણી પાસે માગે છે કે ઉપરનાં ચિત્રો પર આપણે ધ્યાન આપીએ. SC 96.4
જયારે આપણે ઈશ્વરના પ્રેમ પર શંકા રાખતા જણાઈએ અને તેનાં વચનો પર અવિશ્વાસ રાખીએ, ત્યારે આપણે તેનું અપમાન કરીએ છીએ અને તેના પવિત્ર આત્માને દુ:ખી કરીએ છીએ. મા પોતાનાં બાળકોના ભલા અને સુખ માટે જીવંત પ્રયત્નો કરી રહી હોય, છતાં જાણે તે પોતાનું ભલું જ ન ઈચ્છતી હોય એવી બાળકો ફરીઆદ કર્યા કરે, તો માને કેવું લાગે ? (ધારો કે) તેઓ માના પ્રેમ માટે શંકા કરે, તો તેનું હ્રદય તુટી જાય. કોઈ પણ માબાપ તરફ બાળકો આવી રીતે વર્તે તો તેમને કેવું લાગે ? ત્યારે આપણા સ્વર્ગીય પિતાએ પ્રેમથી દોરાઈને આપણને જીવન મળે એટલા માટે પોતાનો એકનો એક પુત્ર આપ્યો. તેનો પ્રેમ પર આપણે ભરોસો ન રાખીએ તો તે આપણે માટે શું ધારે ? પ્રેરિત લખે છે કે, “જેણે પોતાના દીકરાને પાછો રાખ્યો નહિ, પણ આપણ સર્વને માટે તેને સોંપી દીધો, તે કૃપા કરીને આપણને તેની સાથે બધુએ કેમ નહિ આપશે ? રૂમી ૮:૩ર. છતાં એ પોતાના શબ્દ નહિ, તો કામથી કેટલાં બધાં કહે છે કે, “પ્રભુએ આ મારા માટે નથી કર્યુ. કદાચ તે બીજાઓને ચાહતો હશે, પણ મને નથી ચાહતો. ” SC 97.1
આ બધું તમારા પોતાના આત્માને નુકસાન કરે છે; કારણ કે, તમે જે દરેક શંકા ભર્યો શબ્દ બોલો છો, તે શેતાનની લાલચોને બોલાવે છે, તમારામાં શંકાશીલ વૃત્તિને પોષો છે અને સેવા કરનાર દૂતોને દીલગીરી કરી તમારી પાસેથી દૂર કરે છે. શેતાન તમને લલચાવે, ત્યારે શંકા કે અંધકારનો એક શબ્દ પણ બોલશો નહિ તેની સૂચના માટે તમે દ્વાર ખોલશો, તો તમારૂં મન અવિશ્વાસુ અને બળવાખોર પ્રશ્નોથી ભરાઈ જશે. જો તમે પોતાની લાગણીઓ જણાવશો, તો તમે જે જે શંકા બતાવશો તેની તમારા પર પ્રતિકિ્રયા થશે, એટલું જ નહિ પણ તે બી બીજાનાં જીવનમાં ઉગશે અને ફળશે; અને પછી તમારા શબ્દોથી થએલી અસર ખસેડવી મુશ્કેલ થઈ પડશે. કદાચ તમે જાતે લાલચના પંજામાંથી અને શેતાનની જાળમાંથી છૂટી શકશો, પરંતુ જે બીજાઓને તમે તમારી અસરથી હલાવી મૂકયા હશે, તેઓ કદાચ તમે સૂચવેલ અવિશ્વાસમાંથી નહિ બચી શકે. માટે એવા જ શબ્દો બોલવા કે જેથી આત્મિક શકિત અને આત્મિક જીવન મળે. આ વાત કેટલી અગત્યની છે ? SC 97.2
તમે જગત આગળ તમારા સ્વર્ગીય સ્વામીને કેવી રીતે રજુ કરો છો, તે દૂતો ધ્યાન દઈને સાંભળે છે. જે તમારે માટે પિતાની આગળ મધ્યસ્થિત કરવા જીવે છે, તેને વિષે જ તમે વાતચિત કરજો. મિત્રનો હાથ પકડતાં હોઠ અને હ્રદયથી ઈશ્વર સ્તુતિ કરજો. આથી તેના વિચારો ઈસુ તરફ ખેંચાશે. SC 98.1
સૌને કસોટીએ ચડવું પડે છે, અસહ્રા શોક સહન કરવો પડે છે અને મુશ્કેલ લાલચો સામે થવું પડે છે. તમારાં દુ:ખો તમારા ભાઈને ન કહેતાં ઈશ્વર આગળ પ્રાર્થનામાં રજુ કરજો. શંકા કે નિરાશાનો એક શબ્દ કદી ન બોલવનો નિયમ કરજો. આશા અને પવિત્ર આનંદના શબ્દથી તમે બીજાઓનાં જીવન સુંદર બનાવવા અને પ્રયત્નો મજબુત કરવા ઘણું કરી શકશો. SC 98.2
લાલચથી એકમદ દબાઈ ગએલા, આત્મયુદ્ઘ અને ભુંડાઈની શકિતથી બેશુદ્ઘ થઈ જવાની અણી પર આવેલા ઘણાએ બહાદુર માણસો હશે. આવાં માણસોને તેમના મુશ્કેલીભાર્ય પ્રયત્નોમાં - ખરી કસોટીમાં નાહિંમત ન કરશો. એવા બહાદુરી અને આશાભર્યા શબ્દથી ઉત્તેજન આપજો કે જેથી તેને પોતાના દ્દઢ રહેવા પ્રેરણા મળે. આ રીતે તમારામાંથી ખિ્રસ્તનું તેજ પ્રકાશશે. “આપણામાંનો કોઈ પણ પોતાને અર્થે જીવતો નથી.” રૂમી ૧૪:૭. આપણે અજાણતાં આપેલી મદદથી બીજાઓ ઉત્તેજન અને શકિત મેળવશે અથવા નાહિંમત થઈ ખ્રીસ્ત અને સત્ય તરફથી પાછા હઠશે. SC 98.3
ઘણાને ખ્રીસ્તના જીવન અને ચારિત્ર્ય વિષે ભૂલભરેલો ખ્યાલ છે. તેઓ ધારે છે કે તે આનંદી કે ખુશમીજાજી ન હતો, પરંતુ તે ઉગ્ર, કડક અને નિરાનંદી હતો. ઘણા માણસોના ધાર્મિક અનુભવ આવા ઉદાસીન ખ્યાલથી રંગાએલા હોય છે. SC 98.4
ઘણી વખતે એવું કહેવામાં આવે છે કે ઈસુ રડયો, પરંતુ તે કદી હસ્યો હોય એવું જણાયું નથી. ખરેખર આપણો ત્રાણા દુ:ખી પુરૂષ હતો; તે શોક શું ચીજ છે એ અનુભવથી જાણતો હતો, કારણ કે, મનુષ્યના સર્વ દુ:ખો આગળ તેણે પોતાનું હ્રદય ખુલ્લું મૂકયું હતું. જો કે તેનું જીવન ત્યાગી અને દુ:ખ તથા ફીકરવાળું હતું, છતાં તેનો ઉત્સાહ ચગદાઈ ગયો ન હતો. તેના ચહેરા પર શોક અને અસંતોષને બદલે સદા શાંત નિર્મળપણું દેખાતું . તેનું હ્રદય જીવનનો ઝરો હતું; અને જયાં જયાં તે જતા, ત્યાં પોતાની સાથે આરામ અને શાંતિ, આનંદ અને ખુશી લઈ જતો. SC 98.5
આપણો ત્રાતા ઘણો જ ગંભીર અને અત્યંત ખરા ભાવથી કામ કરનાર હતો, તે કદી ઉદાસ કે કર્કશ ન હતો . જેઓ તેના જેવુ જીવન ગાળવા પ્રયત્ન કરશે, તેઓનું જીવન ખરૂં હેતુપૂર્ણ થશે. SC 99.1
તેઓમાં અંગત જવાબદારીની ઉંડી લાગણી હશે. નાદાની દબાઈ જશે; તોફાની આનંદો કે જંગલી મશ્કરી નહિ રહે; પરંતુ ઈસુનો ધર્મ નદીની માફક શાંતિ આપે છે. તે આનંદના પ્રકાશને બુઝાવી નાખતો નથી; તે હર્ષને દબાવતો નથી; અથવા આનંદી હસતા ચહેારા પર વિશાદનાં વાદળ પાથરતો નથી. ખ્ર્રીસ્ત સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને આવ્યો હતો; જયારે તેનો પ્રેમ આપણા હ્રદય પર રાજય કરતો હશે, ત્યારે આપણે તેના દાખલા પ્રમાણે ચાલીશું. SC 99.2
જો આપણે બીજાનાં અપ્રીય અન્યાયી કૃત્યોને આપણાં મનમાં અગ્રસ્થાન આપીશું, તો ઈસુ ખ્રીસ્તે આપણા પર પ્રેમ રાખ્યયો હતો, તેમ તેઓના પર પ્રેમ રાખવો આપણને અશકય લાગશે. પરંતુ જો આપણા વિચારો ખ્રીસ્તના આપણા પ્રત્યે અદ્ભૂત પ્રેમ અને દયા પર જ હશે, તો આપણામાંથી પણ તે જ ભાવ બીજા તરફ વહેશે. બીજામાં દોષો અને અપૂર્ણતાઓ જોયા વિના આપણે રહી શકતાં નથી, છતાં આપણે એકબીજા માટે પ્રેમ અને આદર રાખવાં જોઈએ. આપણે નમ્રતા, પોતાની જાતમાં અવિશ્વાસ તથા બીજાની ભૂલો તરફ ધીરજ સાથે માયા રાખવાની ટેવ, એ ગુણો કેળવવા જોઈએ. આથી સંકુચીત વૃત્તિવાળા સ્વાર્થીપણાનો નાશ થશે અને આપણું હ્રદય વિશાળ તથા ઉદાર થશે. SC 99.3
ગીતશાસ્ત્રકાર કહે છે કે, “યહોવાહ પર ભરોસો રાખ અને ભલું કર; દેશમાં રહે, અને તારૂં પોષણ કરવામાં આવશે.” ગીતશાસ્ત્રમાં ૩૭:૩. “યહોવાહ પર ભરોસો રાખ.” દરરોજ રોજ માટે બોજો ફીકરો અને ગુંચવણો આવે છે; અને જયારે આપણે મળીએ છીએ, ત્યારે આપણે આપણી મુશ્કેલીઓ અને કસોટીઓ વિષે વાત કરવાને કેવાં તૈયાર હોઈએ છીએ. એટલી બધી ઉછીની લીધેલી જંજાળ પેસી જાય છે, ભય ઉભા થાય છે એન એટલી ભારે ફીકરગિતા બતાવીએ છીએ કે કોઈ પણ ધારી લે કે આપણી વિનંતીઓ સાંભળવા અને જરૂરીઆતના દરેક પ્રસંગે મદદ કરવા તૈયાર હોય એવો દયાળું અને પ્રેમાળ ત્રાતા આપણા માટે નથી. SC 99.4
કેટલાએક તો હંમેશાં બી એ છે અને ભય વહોરી લે છે તેઓ હંમેશાં ઇશ્વરના પ્રેમની નિશાનીઓથી વીંટળાએલા હોય છે; હંમેશાં તેની કુદરતની ઉદારતાનો આનંદ ભોગવે છે, પરંતુ તેઓ આ આંખ આગળ રહેલા આશિર્વાદો તરફ આંખ આડા કરે છે. તેઓનાં મન હંમેશાં એવા વિચાર કરે છે કે પોતાને જેનો ભય છે એવો કોઈ અણગમતો બનાવ બનશે; અથવા એવી કોઈ મુશ્કેલી આવી ઉભી હોય છે કે જે નાની હોવા છતાં દેખાતું નથી. જયારે આવાં માણસોનાં માર્ગમાં મુશ્કેલીઓ ઉભી થાય છે, ત્યારે તેઓ ઈશ્વર કે જે માણસ માટે એક જ મદદનું સાધન છે, તેની તરફ વળવાને બદલે તેઓ મુશ્કેલીથી દૂર ખસી જાય છે, કારણકે તેથી તેમનામાં ઉદ્વેગ અને અસંતોષ પેદા થાય છે. SC 100.1
આ પ્રમાણે અવિશ્વાસુ થવામાં આપણે ઠીક કરીએ છીએ ? આપણે કૃતધ્ન અને અવિશ્વાસુ થવાની શું જરૂર છે ? ઈસુ આપણો મિત્ર છે; અને આખું સ્વર્ગ આપણા ભલામાં રસ લે છે. રોજની ગુંચવણો અને ચિંતાઓને મનને ચીઢવવા દેવું ન જોઈએ : મગજને ગુંચવવા દેવું ન જોઈએ. જો આપણે એમ કરીશું, તો હંમેશાં કઈને કંઈ આપણે દુ:ખી કરશે, અને ત્રાસ આપશે. આપણે એવ ચિંતા ન રાખવી જોઈએ કે જે આપણને કસોટી વખતે મદદ કરવાને બદલે ત્રાસ આપે અને ઘસી નાખે. SC 100.2
તમને ધંધામાં ગુંચવણ ઉત્પન્ન થાય; તમારૂ ભવિષ્ય વધારે ને વધારે અંધકારમય લાગે અને નુકસાનનો ભય રહેતો હોય; પરંતુ નાહિંમત થશો નહિ. તમારી ચિંતા ઈશ્વર પર નાંખો, અને શાંત તથા ખુશ મીજાજ રહો. વ્યવસ્થાપૂર્વક ધંધો કરવા માટે બુદ્ઘિ માગો અને પ્રાર્થના કરો . એ કરવાથી નુકશાન તથા નાશ થતો અટકાવો અનુકુળ પરિણામ લાવવા માટે તમારાથી બને તેટલું કરો. ઈસુએ મદદ કરવા વચન આપેલું છે. પરંતુ આપણા પ્રયત્ન વિના નહિ. તમારા મદદગાર પર આધાર રાખી જે આવે તે પરિણામ રાજી ખુશીથી સ્વીકારો. કારણ કે, તમે પોતાથી બનતું કર્યું છે. SC 100.3
પોતાના લોકો ફિકર ચિંતાથી દબાઈ જાય, એવી ઈશ્વરની ઈચ્છા નથી. પરંતુ આપણો પ્રભુ આપણને છેતરતો નથી. એ આપણને એવું નથી કહેતો કેં, “બીશો નહિ, તમારા રસ્તામાં ભય નથી.” કસોટીઓ અને ભય રહેલા છે, એ વાત તે જાણે છે, અને આપણી સાથે ચોકખો વ્યવહાર ચલાવે છે. તે પાપ અને દુષ્ટતાના જગતમાંથી પોતાના ભકતોને લઈ લેવાનું કહેતો નથી, પરંતુ તે તેઓને સદા સાચો આશરો બતાવે છે. પોતાના શિષ્યો માટે તેની પ્રાર્થના હતી કે, ” તું તેઓને જગતમાંથી લઈ લે, એવી વિનંતી હું કરતો નથી પણ તું તેઓને પાપથી બચાવે એવી (હું વિનતીં હું કરૂં છું.)” વળી તે કહે છે કે, જગતમાં તમને સંકટ છે, પણ હિમ્મત રાખો જગતને મેં જીત્યું છે.” યોહાન ર૭:૧પ; ૧૬:૩૩. SC 101.1
ખ્રીસ્તે પોતાના પહાડ પરના ભાષાણમાં શિષ્યોને ઈશ્વરમાં શ્રદ્ઘા રાખવાની જરૂર વિષે કિંમતી પાઠ શીખવ્યા છે. આ પાઠ સર્વ યુગોમાં ઈશ્વરનાં બાળકોને ઉત્તેજન આપવા યોજાયા હતા. અને આપણા સમય સુધી તેઓને પ્રાર્થનાના સ્તોત્રો ગાતાં હવામાંના પક્ષીઓને બતાવ્યાં, તે નિશ્ચિત હતાં. કારણ કે ,” તેઓ તો વાવતાં નથી, ને કાપતાં નથી,” છતાં મહાન પિતા તેઓની જરૂરીઆતો પુરી પાડે છે. તારનાર પૂછે છે કે, “તેઓ કરતાં તમે અધિક નથી શું ? ” માત્થી ૬:ર૬. એ મહાન દાતા મનુષ્યો અને પશુઓ માટે પોતાનો હાથ ખોલી પોતાનાં બધાં પ્રાણીઓને આપે છે. હવામાંનાં પક્ષીઓ તેની નજર બહાર નથી. તે તેમની ચાંચમાં ખાવનું નાખતો નથી, પણ તેઓની જરૂર માટે ગોઠવણ કરે છે. તેણે પોતાના માટે વેરેલા દાણા તેઓએ એકઠા કરવા પડે છે, પોતાના નાના માળા માટે તેઓએ સાધન તૈયાર કરવાં પડે છે, પોતાનાં બચ્ચાંને ખવડાવવું પડે છે. તેઓ ગાતાં ગાતાં કામે નીકળે છે, કેમકે ” તમારો આકાશમાંનો બાપ તેઓનું પાળણ કરે છે.” તો “તેઓ કરતાં તમે અધિક નથી શું ?” (માત્થી ૬:ર૬). શું તમે બુદ્ઘિશાળી હોઈ હવામાંનાં પક્ષીઓ કરતાં વધારે મૂલ્યવાન આત્મિક ભકતો નથી ? આપણે તેના પર શ્રદ્ઘા જ રાખીશું, તો શું આપણો પેદા કરનાર, આપણી જીંદગી સાચવનાર અને જેણે આપણને પોતાના ઈશ્વરી સ્વરૂપ પ્રમાણે ઘડયા, તે આપણી જરૂરીઆતો નહિ પુરી પાડે ? SC 101.2
ખેતરમાં ઉગેલાં પુષ્કળ ફૂલો જે સ્વર્ગીય પિતાએ આપેલ નિર્મળ સૌદર્યથી શોભી રહ્રાં હતાં તે ઈસુએ પોતાના અનુયાયીઓને બતાવ્યાં; એ ઈશ્વરે માણસ તરફ પોતાનો પ્રેમ દર્શાવવા આપેલ હતાં. - તેણે કહ્રું, “ખેતરનાં ફૂલ ઝાડોનો વિચાર કરો હું તેઓ કેવા વધે છે ?” આ કુદરતી પુષ્પોની નિર્મળતા અને સુંદરતાસુલેમાન રાજાના ભપકદાર પોષક ઈશ્વરે ઉત્પન્ન કરેલ ફૂલોની શોભા અને ઉજવલ સુંદરતા સાથે સરખામણીમાં ટકતો નથી. ઈસુ પૂછે છે કે, ” ખેતરનું ઘાસ જે આજ છે, ને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે તેને જો દેવ એવું પહેરાવે છે, તો ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શું એથી વિશેષ નહિ પહેરાવશે ? ” માત્થી ૬:ર૮,૩૦. જો દૈવી કલાકાર- ઈશ્વર એક દિવસમાં નાશ પામનાર સાદા ફૂલને સુંદર અને જુદા જુદા રંગો આપે છે, તો પોતાની પ્રતિકૃતિ સમા ઉત્પન્ન કરેલા મનુષ્યની કેટલી વધારે સંભાળ લેશે ? ખ્રીસ્તના આ દ્દષ્ટાંત- પાઠ-માં અવિશ્વાસુ માણસને તેની ચિંતાઓ, ગુંચવણો અને શંકાઓ માટે ઠપકો આપેલ છે. SC 102.1
પોતાનાં બધાં બાળકો સુખી, શાંત અને આજ્ઞાંકીત હોય, એવું ઈશ્વર ઈચ્છે છે. ઈસુ કહે છે કે, “મારી શાંતિ હું તમને આપું છું.; જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારાં હ્રદયોને વ્યાકુળ થવા ન દો, અને બીવા પણ ન દો.” ” તમારામાં મારો આનંદ રહે, અને તમારો આનંદ સંપૂર્ણ થાય, એ માટે મેં તમને એ વચનો કહ્રાં છે.” યોહાન ૧૪:ર૭; ૧પ:૧૧. SC 102.2
સ્વાર્થી હેતુઓથી ફરજનો રસ્તો છોડીને શોધેલું સુખ અસ્થિર, ચચંળ અને ક્ષાણિક હોય છે; તે ચાલ્યું જાય છે અને માણસ દીલગીર થઈ જાય છે અને પોતે એકલો પડી ગયો હોય એવું તેને લાગે છે. પરંતુ ઈશ્વરની સેવામાં આનંદ અને સંતોષ્ા છે; ખ્રીસ્ત પર વિશ્વાસ રાખનારને અજાણ્યા રસ્તે છોડી દેવામાં આવતો નથી. તે માણસને નિરર્થક મોજમઝા ન મળે તો પણ ભવિષ્યની જીંદગીના આનંદ પર આપણે આધાર રાખી તે તરફ જોઈ શકીશું. SC 102.3
પરંતુ અહીં પણ ખ્રીસ્તીઓને ખ્રીસ્ત સાથેના સંબંધનો આનંદ મળી શકે, તેઓને તેના પ્રેમનો પ્રકાશ અને તેની હાજરીનો સદાનો દીલાસો મળી શકે. જીવનમાં દરેક પગલે આપણે ખ્રીસ્તની પાસે આવી શકીએ. તેના પ્રેમનો વધારે ઉંડો અનુભવ મળી શકે અને શાંતિના કલ્યાણકારી સ્થાનની વધારે પાસે જઈ શકીએ ત્યારે હવે આપણે વિશ્વાસનો ત્યાગ ન કરતાં , દ્દઢ ખાતરી- આગળ કદી નહિ આવી હોય એવી દ્દઢ ખાતરી-રાખવી. ” અત્યાર સુધી યહોવાહે આપણને સહાય કીધી છે.” (૧ શમૂએલ ૭:૧ર) અને તે અંત સુધી સહાય કરશે. ઈશ્વરે આપણને દીલાસો આપવા અને નાશ કરનારના પંજામાંથી બચાવવા માટે શું કર્યું છે, તે યાદ દેવડાવનાર સ્મરણસ્તંભો તરફ નજર કરીએ. ઈશ્વરે આંસુ લુછયાં છે; દુ:ખ શાંત કર્યા છે; ચિંતાઓ દૂર કરી છે; ભય વેરી નાખ્યા છે: જરૂરીઆતો પુરી પાડી છે; આશિર્વાદો આપ્યા છે; આ બધાં દયાના પ્રસંગો આપણે આપણી યાદશકિતમાં તાજા રાખીએ અને એ રીતે આપણી બાકીની યાત્રામાં જે બધુ આપણી આગળ છે, તે માટે આપણે શકિતવાન બનીએ. SC 102.4
આવતા યુદ્ઘમાં નવી મુશ્કેલીઓ -ગુંચવણો તરફ જોયા વિના આપણે રહી શકતા નથી; પરંતુ આપણે જે થઈ ગયું હોય તે તરફ તેમજ જે થવાનું હોય તે તરફ જોઈને કહી શકીએ કે “અત્યાર સુધી યહોવાહે આપણને સહાય કીધી છે.” (૧ શમૂએલ ૭:૧ર). “જેવા તારા દિવસો, તેવું તારૂ બળ થશે” પુનર્નિયમ ૩૩:રપ. આપણને સહન કરવા શકિત આપવામાં આવે તેના કરતાં કસોટી વધારે નહિ હોય. ગમે તેમ થશે પણ કસોટીના પ્રમાણમાં બળ મળશે એવું માની ચાલો, આપણે જયાં મળે ત્યાં કામ કરવા માંડીએ. SC 103.1
આખરે પ્રભુનાં બાળકને દાખલ થવા માટે સ્વર્ગનાં દ્વાર ખુલ્લાં મૂકી દેવામાં આવશે, અને કોઈ ઉમદા સંગીતની માફક મહીમાનાં રાજાના હોઠથી આશિર્વાદનાં વચનો નીકસી પડશે કે, ” મારા બાપના આશિર્વાદિતો, આવો જે રાજય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે સારૂ તૈયાર કીધેલું છે તેનો વારસો લો.” માત્થી રપ:૧૪. SC 103.2
પછી ઈસુએ તેમને માટે તૈયાર કરેલા ઘરમાં ઉદ્ઘાર પામેલાને આવકાર મળશે. ત્યાં તેમના સોબતીઓ પૃથ્વીના લુચ્ચા જુઠા, મૂર્તિપૂજક, અશુદ્ઘ અને અવિશ્વાસુ માણસો નહિ હશે; પરંતુ તેઓ તો જેઓએ શેતાનને જીત્યો હશે અને દૈવી કૃપાથી સંપૂર્ણ ચારિત્ર્ય ઘડયું હશે, તેઓની સોબત કરશે. દરેક પાપી વૃત્તિ અને દરેક અપૂર્ણતા જે તેઓને અહીં હેરાન કરે છે, તે ખ્રીસ્તના લોહીથી દૂર કરવામાં આવેલ છે અને તેના મહિમાની ઉત્તમતા અને પ્રકાશ, જે સૂર્યના પ્રકાશ કરતાં ઘણો જ ચઠીઆ છે, તે તેઓને આપવામાં આવે છે. અને જે ખ્રીસ્તની નૈતિક સુંદરતા અને ચારિત્ર્યની સંપૂર્ણતા, તેમના દ્વારા પ્રકાશે છે તે બહારના ભપકા કરતાં ઘણી જ ચઢીઆતી છે. તે મહાન ઉજવળ સિંહાસનની આગળ તેઓ નિર્દોષ ઉભા રહે છે અને દૂતોની પ્રતિષ્ઠા અને હકમાં તેઓ ભાગ પડાવે છે. SC 103.3
જે મહીમાન વારસો મળી શકશે તે પર ધ્યાન દઈને “માણસ પોતાના જીવને બદલે શું આપશે ? ” માત્થી ૧૬:ર૬. તે ગરીબ હશે, છતાં તેનામાં એટલી દોલત અને પ્રતિષ્ઠા છે કે જગત કદી ન આપી શકે. પાપથી શુદ્ઘ થએલ અન ઉદ્ઘાર પામેલ માણસ અને ઈશ્વરની સેવા માટે અર્પણ કરેલ તેની સઘળી ઉમદા શકિતઓની કીંમત ન આંકી શકાય. તારણ પામેલા એક મનુષ્ય માટે ઈશ્વર અને દૂતોની આગળ આનંદ થઈ રહે છે અને તે પવિત્ર વિજયગીતો થી વ્યકત કરવામાં આવે છે. SC 104.1