ખ્રીસ્તની પ્રભુતામાં પગલાં

13/14

શંકાનો ઉપાય

ઘણાં માણસોને અને ખાસ કરીને ખ્રીસ્તી જીવનની શરૂઆત કરનારને કોઈ કોઈ વખત સંદેહાત્મક સૂચનાઓ નડે છે, બાઈબલમાં એવી કેટલીએ બાબતો છે કે જે તેઓ સમજાવી શકતા નથી, અરે, કેટલીક તો સમજી પણ શકતા નથી. અને શેતાન આ વસ્તુઓ બાઈબલ ઈશ્વરે પ્રગટ કરેલ છે એવો વિશ્વાસ ઢીલો કરવા માટે ઉપયોગ કરે છે. તેઓ પૂછે છે કે, “હું ખરો રસ્તો કેવી રીતે જાણું ? જો બાઈબલ ખરેખર ઈશ્વરનો જ શબ્દ હોય મારે આ શંકાઓ અને ગુંચવણમાંથી કેવી રીતે મુકત થવું. ” SC 86.1

આપણા વિશ્વાસનો પાયો નાખવા માટે પુરતો પુરાવો આપ્યા સિવાય ઈશ્વર આપણને કદી માનવાનું કહેતો નથી. તેનું અસ્તિત્વ, તેનું ચારિત્ર્ય, તેના શબ્દની સત્યતા એ બધી બાબતો બુદ્ઘિગમ્ય પુરાવાથી સાબિત થએલી છે, અને તે પુરાવો જ પુષ્કળ છે. છતાં ઈશ્વરે શંકાની શકયતા કદી દૂર કરી નથી. આપણો વિશ્વાસ દેખાવ પર નહિ પણ પુરાવા વગર આધાર રાખતો હોવો જોઈએ. જેઓ શંકા રાખવા માંગતા હશે, તેઓને તક મળશે; પણ જેઓએ સત્ય જાણવા ખરેખર ઈચ્છતા હશે તેઓને પોતાના વિશ્વાસ માટે પુષ્કળ પુરાવો મળશે. SC 86.2

પરિમિત મનમાં અપરિમિત ઈશ્વરનાં કામના લક્ષાણો સંપૂર્ણ વિચાર આવવો અશકય છે. તીવ્રમાં તીવ્ર બુદ્ઘિવાળા અને ઉંચામાં ઉંચી કેળવણી પામેલા માણસને મન પણ પવિત્ર ઈશ્વર સદા ભેદમાં વીંટળાએલો જ રહેવાનો. ” શું તું શોધ કરવાથી ઈશ્વરના મર્મોને પત્તો મેળવી શકે ? શું શોધી શોધીને સર્વ શકિતમાનનો પાર તું પામી શકે ? તે ગગન જેટલું ઉંચુ છે, તેમાં તારૂં શું વળે ? તે શેઓલ કરતા ઉંડુ છે, તુ શું જાણી શકે ? ” અયૂબ ૧૧:૭, ૮. SC 86.3

પાઉલ પ્રેરિત કહે છે કે, ” અહા ¦ દેવની બુદ્ઘિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે¦ તેનો ઠરાવો કેવા ગૂઠ, ને તેના માર્ગો કેવા અગમ્ય છે¦” રૂમી ૧૧:૩૩ફ જો કે “મેઘો તથા અંધકાર તેની આસપાસ છે ¦” પણ “ન્યાયીપણું તથા ઈન્સાફ તેના રાજયસનો પાયો છે.”ગીતશાસ્ત્ર ૯૭:ર. આપણે તેની આપણી સાથેની વર્તણુક અને જે હેતુથી તે પ્રેરાએલ છે, તે વિષે એટલું સમજી શકીએ છીએ, આ સિવાયની બાબતમાં હજી પણ આપણે તેના સર્વશકિતમાન હાથ અને પ્રેમથી ભરેલા હ્રદય પર વિશ્વાસ રાખવો જોઈએ. SC 86.4

બાઈબલ તેના દૈવી કર્તાના ચારિત્ર્યની માફક એવો મર્મો રજુ કરે છે કે જેનો બરોબર ખ્યાલ પરિમીત બુદ્ઘિવાળા મનુષ્યને કદી આવે જ નહિ. જગતમાં પાપનો પ્રવેશ, ખ્રીસ્તનો અવતાર, પુનર્જન્મ, પુનરૂત્થાન અને બાઈબલમાં બતાવેલાં બીજા ઘણા વિષયો મનુષ્યનું મગજ સમજાવી શકે નહિ કે પુરા સમજી પણ શકે નહિ એટલા ઉંડા છે, આપણે ઈશ્વરના કામકાજના મર્મ સમજી શકતાં નથી તેટલા પરથી જ બાઈબલમાં સંદેહ લાવવાનું કારણ નથી કુદરતી જગતમાં પણ આપણી આજુબાજુ એવા મર્મો આવી રહ્રા છે, જે આપણે સમજી શકતા નથી. સાદામાં સાદા જીવ વિષે એવા પ્રશ્નો ઉભા થાય છે કે ડાહ્રામાં ડાહ્રા તત્ત્યવજ્ઞાની તે સમજાવવાને અશુકત નીવડે છે, દરેક જગ્યાએ આપણી બુદ્ઘિને અગમ્ય અજાયબીઓ ભરેલી છે ત્યારે શું આત્મિક જગતમાં પણ આપણે સમજી શકીએ નહિ એવા મર્મો છે તે જાણીને આપણે આશ્ચર્ય પામવું ? આ બધી મુશ્કેલી માણસના મનની નિર્બળતા અને સંકુચિતતામાં જ રહેલી છે. ઈશ્વરે બાઈબલમાં દૈવી લક્ષાણનો જોઈએ તેટલો પુરાવો આપ્યો છે, એટલે તેના કામકાજના બધા મર્મો આપણે ન સમજી શકીએ તે પરથી તેના શબ્દો પર શંકા લાવવાની નથી. SC 87.1

પ્રેરિત પીતર કહે છે કે, બાઈબલમાં “કેટલીક વાતો સમજવાને અઘરી છે, અને...... અજ્ઞાની તથા અસ્થિર માણસો પોતાના નાશને સારૂ મારી મચડીને અવળો અર્થ કરે છે. ર પીતર ૩:૧૬. બાઈબલની મુશ્કેલીઓને શંકાશીલ માણસો બાઈલલ વિરૂદ્ઘ દલીલરૂપે રજુક કરે છે; પરંતુ આ તો બાઈબલ વિષેની દૈવી પ્રેરણાનો મજબુત પુરાવો છે. જો તેમાં સહેલાઈથી સમજી શકાય તે સિવાય ઈશ્વરનું વર્ણન હોત; જો તેની મોટાઈ અને મહિમા મર્યાદિત મન સમજી શકત, તો બાઈબલ માટે દૈવી અધિકાર સચોટ અને વિશ્વાસપાત્ર સાબીતી ન મળત. તેમાં બતાવેલા વિષયોની મણ્તા અને મર્મ પરથી જ તે ઈશ્વરની શબ્દ છે એવો વિશ્વાસ ઉત્પન્ન થવ જોઈએ. SC 87.2

બાઈબલ મનુષ્ય હ્રદયની જરૂરીઆત અને ઉત્કંઠાને સંપુર્ણ રીતે યોગ્ય અને સાદાઈથી સતય બતાવે છે, કે જેથી સૌથી કેળવાએલ માણસ આશ્ચર્ય અને મોહ આપે છે અને મોહ પામે છે અને નમ્ર તથા નહિ કેળવાએલાં માણસો પણ તારણનો માર્ગ જોઈ શકે છે. છતાં આ સાદા સત્યો એટલાં ઉંચા, વિશાળ અને મનુષ્યની બુદ્ઘિ પાર ન પામી શકે એવા વિષયો ચર્ચે છે, કે જે ઈશ્વરે જાહેર કર્યા છે માટે જ આપણે સ્વીકારી શકીએ છીએ. ઈશ્વરે નક્કી કરેલ રસ્તે તારણ પામવા સારૂ ઈશ્વર પ્રત્યે પશ્ચાતાપ અને પ્રભુ ઈસુ ખ્રીસ્ત પરના વિશ્વાસમાં જે જે પગલાં લેવાં જોઈએ, તે માણસ જોઈ શકે, એવી રીતે ઉદ્ઘારનો ઈલાજ આપણી આગળ ખુલ્લો મુકવામાં આવ્યો છે. પરંતુ જો કે સત્યો સહેલાઈથી સમજી શકાય એવાં છે, છતાં તેની નીચે રહેલા મર્મોમાં ઈશ્વરનો મહીમાં છુપાએલો છે - આ મર્મોની શોધ કરતાં માણસનું મન હારી જાય છે, તેમ છતાં ખરા દીલથી સત્ય શોધનારના હ્રદયમાં ભકિતભાવ અને વિશ્વાસ ઉત્પન્ન થાય છે. જેમ જેમ તે બાઈબલનો અભ્યાસ વધારે કરતો જાય છે, તેમ તેમ તેને વધારે ઉંડી ખાતરી થાય છે કે બાઈબલ જીવતા ઈશ્વરનો શબ્દ છે, અને ઈશ્વરી પ્રકટીકરણના પ્રતાપ આગળ માણસની બુદ્ઘિ નમે છે. SC 88.1

આપણે બાઈબલના મહાન સત્યો સંપૂર્ણરીતે સમજી શકતાં નથી એમ કબૂલ કરવું એટલી પરિમીત મન અપરિમીત ને બરાબર ગ્રહણ નથી કરી શકતું એવું કબુલ કરવું; માણસ પોતાના મર્યાદિત જ્ઞાનથી સર્વજ્ઞના હેતુઓ સમજી શકતો નથી એવું કબુલ કરવું. SC 88.2

શંકાશીલ માણસો અને નાસ્તિકો પોતે બાઈબલના મર્મો સમજી શકતા નથી તેથી બાઈબલનો નકાર કરે છે; અને જે માનવાનો દાવો કરે છે, તે પણ બધા આ વિષયમાં ભયમુકત નથી હોતા. પ્રેરિત કહે છે કે,“હું ભાઈઓ, તમે સાવધ રહો, રખેને તમારાંમાંના કોઈનું હ્રદય અવિશ્વાસના કારણથી ભુંડું થાય,અને તેમ તે જીવતા દેવથી દૂર જાય” હેબ્રી ૩:૧ર. બાઈબલના શિક્ષાણનો ધ્યાન દઈને અભ્યાસ કરવો અને ” દેવ ના ઉંડા વિચારોને ” ૧ કોરીથીં ર:૧૦ બાઈબલમાં પ્રગટ કર્યા હોય ત્યાં સુધી શોધવા એ વાજબી છે. “મર્મો યહોવહ આપણા દેવના છે, પણ પ્રગટ કરેલી વાતો સદા આપણી છે.” પુનર્નિયમ ર૯:ર૯. પરંતુ મનની સંશોધન શકિતએ અટકાવવી એ શેતાનનું કામ છે. બાઈબલના સત્યો વિચારવામાં પણ અમુક અભિમાન ભળેલું હોય છે. જો શાસ્ત્રનો દરેક ભાગ પોતાની સમજણ પ્રમાણે સંતોષાકારક રીતે ન સમજાવી શકે, તો માણસ અધીરો થઈ જાય છે અને તેને પોતે હાર્યો હોય એવું લાગે છે. હું ઈશ્વરે પ્રેરેલ શબ્દ-શાસ્ત્ર સમજી શકતો નથી એમ કબુલ કરવામાં તેમને ઘણી નામોશી લાગે છે. ઈશ્વરે તેમની આગળ સત્ય પ્રગટ કરવાનું યોગ્ય ધારે ત્યાં સુધી ધીરજ રાખી બેસી રહેવા તેઓ નાખુશ હોય છે. તેઓને એવું લાગે છે કે આપણી પોતાની મનુષ્ય બુદ્ઘિ બાઈબલ સમજવા માટે શકિતવાન છે અને જયારે એમ નથી થતું, ત્યારે ખરૂં જોતાં તેઓ તેનો અધિકાર ના કબુલ કરે છે. ઘણા મતો અને સિદ્ઘાંતો જે સાધારણ રીતે બાઈબલમાંથી લીધેલા માનવામાં આવે છે, તેનો બાઈબલના શિક્ષણ પર પાયો નથી, અને પ્રેરણાના વલણની વિરૂદ્ઘ છે, એ વાત ખરી છે. આ બાબતો ઘણાના મનને શંકા અને ગુંચવણનું કારણ થઈ પડી છે. પરંતુ તેમાં બાઈબલનો નહિ પણ માણસ બાઈબલનો ઉંધો અર્થ કરે છે, તેનો દોષ છે. SC 88.3

જો ઉત્પન્ન કરેલ પ્રાણીઓ ઈશ્વર અને તેના કામને સંપૂર્ણ રીતે સમજી શકે એ વાત શકય હોત, તો એટલે પહોંચ્યા પછી તેઓને માટે વધારે સત્ય શોધન, જ્ઞાનની વૃદ્ઘિ અથવા મન કે હ્રદયના વિશેષ વિકાસ ન રહેત. પછી ઈશ્વર સર્વોપરી ન ગણાત; અને જ્ઞાન તથા પ્રાપ્તિની સીમોએ પહોંચેલ માણસ માટે આગળ વધવાનું ન રહેત. એવું નથી માટે ઈશ્વરનો ઉપકાર માનો. ઈશ્વર અપરિમીત છે; ” તેનામાં તો જ્ઞાન તથા બુદ્ઘિનો સર્વ સંગ્રહ ગુપ્ત રહેલો છે.” કોલોસી ર:૩. અને અનંતકાળ સુધી મનુષ્ય શોધ્યા કરશે, શીખ્યા કરશે પરંતુ તેનાં ડહાપણ ભલાઈ અને શકિતના ભંડાર કદી ખુટશે નહિ. SC 89.1

ઈશ્વરનો ઈરાદો એવો છે કે આ જીંદગીમાં પણ તેના શબ્દના સત્યો તેના ભકતો આગળ હંમેશાં ખુલ્લાં થયા કરશે. આ જ્ઞાન મેળવવા માટે ફકત એક જ રસ્તો છે. જે આત્મા દ્વારા શબ્દ આપવામાં આવ્યો હતો તેના પ્રકાશ દ્વારા જ આપણે ઈશ્વરનો શબ્દ સમજી શકીશું.”દેવના આત્મા સિવાય દેવની વાતો બીજો કોઈ જાણતો નથી.”; કેમકે, આત્મા સર્વને, હા દેવના ઉંડા વિચારોને પણ શોધે છે.” ૧ કોરીથી ર:૧૧, ૧૦. અને ત્રાતાનું પોતાના અનુયાયીઓને વચન હતું કે, ” તો પણ જે સત્યનો આત્મા, તે જયારે આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે....... કેમ કે મારૂં જે છે તેમાનું લઈને તે તમને કહી દેખાડશે.”યોહાન ૧૬:૧૩,૧૪. SC 89.2

માણસ પોતાના તર્કશકિતનો ઉપયોગ કરે એવું ઈશ્વર ઈચ્છે છે ; કોઈ પણ વિષયનાં અભ્યાસથી ન થઈ શકે એટલું બાઈબલનો અભ્યાસ મનને મજબુત અને ઉચ્ચ બનાવશે. પરંતુ આપણે તર્કશકિતને દેવ ગણી ન બેસીએ, તેની કાળજી રાખવાની છે, કારણ કે તે મનુષ્યની નબળાઈ અને ખામીને વશ છે. જો આપણી સમજશકિત આગળ બાઈબલ વાદળાથી ઢંકાએલું રહે અને તેથી આપણે સ્પષ્ટમાં સ્પષ્ટ સત્ય ગ્રહણ ન કરી શકીએ, એવું આપણે ન ઈચ્છતા હોઈએ તો આપણે બાળકની માફક સાદા અને વિશ્વાસું થવું જોઈએ; શીખવા તૈયાર રહેવું જોઈએ; અને પવિત્ર આત્માની મદદ માટે આજીજી કરવી જોઈએ. ઈશ્વરનાં શકિત અને ડહાપણ તથા તેની મહત્તા સમજી શકવાની આપણી અશકિતના ભાનથી આપણામાં દીનતા ઉત્પન્ન થવી જોઈએ; અને તેની હાજરીમાં દાખલ થતાં આદરયુકત (પવિત્ર) ભીતિથી બાઈબલ ઉઘાડવું જોઈએ. જયારે આપણે બાઈબલ પાસે આવીએ, ત્યારે તર્કશકિતએ પોતાના કરતાં મોટી સતા કબુલ રાખવી જોઈએ અને હ્રદય તથા બુદ્ઘિએ મહાન સ્વયંભૂ આગળ નમવું જોઈએ. SC 90.1

એવી ઘણી ચીજો છે કે જે ઉપરથી કઠણ અથવા અગમ્ય જણાય છે, પરંતુ જેઓ આ પ્રમાણે તે બાબત સમજણ શોધશે, તેઓની આગળ ઈશ્વર તે સ્પષ્ટ અને સહેલી બનાવી દેશે. પરંતુ પવિત્ર આત્માની મદદ વિના આપણે બાઈબલનો મારી મચડીને ખોટો અર્થ કરીએ એવો હંમેશા ભય રહે છે. બાઈબલનું ઘણું એવું વચન થાય છે કે જેમાં લાભ થતો નથી અને ઘણી વખત તો નુકસાન થાય છે. જયારે બાઈબલ માન અને પ્રાર્થના વિના ખોલવામાં આવે છે, જયારે આપણા વિચાર અને પ્રેમ ઈશ્વર પર સ્થિર થએલ નથી હોતા અથવા તેની ઈચ્છાને મળતા નથી આવતા, ત્યારે મન શંકાનાં વાદળાંથી ઘેરાઈ જાય છે; અને બાઈબલના અભ્યાસમાં જ શંકા મજબૂત થાય છે શત્રુ આપણા વિચારો પર કાબુ મેળવે છે અને ખોટા અર્થ સુચવે છે. માણસ પોતાનાં વાણી અને વર્તનમાં ઈશ્વર સાથેનું ઐકય શોધે છે એવું ન જણાય, તો તે ગમે તેવો વિદ્વાન હોવા છતાં શાસ્ત્ર સમજવામાં ભૂલ કરે એવો સંભવ છે અને તેના ખુલાસા પર વિશ્વાસ રાખવો એ સલામતીભર્યું નથી. જેઓ બાઈબલમાંથી ખામીઓ શોધવા માટે જ તેની તરફ જુએ છે, તેઓમાં આત્મિક સમજણ નથી હોત. વાંકા-ખોટા ર્દષ્ટિબિંદુથી જોવાથી જે વસ્તુ ખરેખરી સ્પષ્ટ અને સાદી હશે,તેમાં પણ શંકા અને અવિશ્વાસ માટે કારણ મળશે. SC 90.2

લોકો ગમે તે છુપાવે, પરંતુ શંકા અને સંદેહનું ખરૂં કારણ પાપ પરની પ્રીતિ છે. અભિમાની અને પાપ પર પ્રીતિ રાખનાર માણસો બાઈબલના શિક્ષાણ અને બંધનોને પસંદ કરતાં નથી અને જેઓ તેની જરૂરીઆતો માનવા નાખુશ હોય છે, તે તેનાં અધિકાર વિષે સંદેહ લાવવા તૈયાર હોય છે. સત્ય શોધી કાઢવા માટે આપણામાં સત્ય જાણવાની સાચી ઈચ્છા અને તે માનવા હ્રદયની ખુશી હોવી જોઈએ. જેઓ આ ભાવથી બાઈબલનો અભ્યાસ કરવા આવશે તેઓને તે ઈશ્વરનો શબ્દ છે તે વિષે પુષ્કળ પુરાવો મળશે. અને તેનું સત્ય સમજવા માટે એવી સમજણ મળશે કે જેથી તેઓમાં તારણ પામવાનું ડહાપણ આવશે. SC 91.1

ખ્રીસ્તે કહ્રું છે કે, “જો કોઈ તેની ઈચ્છા પુરી કરવા ચાહે, તો આ બોધ વિષે તે સમજશે.” યોહાન ૭:૧૭. જો તમે ન સમજી શકાય એવી બાબતોનાં પ્રશ્ન ઉઠાવવા અગર ખોટા વાંધા કાઢવાને બદલે, જે પ્રકાશ તમને અપાઈ મૂકયો છે તેના પર ધ્યાન આપશો, તો તમને વધારે પ્રકાશ મળશે. ખ્રીસ્તની કૃપાથી જે ફરજ તમારી સમજશકિત આગળ સ્પષ્ટ થઈ ગઈ હોય, તે બજાવો એટલે હમણાં જે બાબતોમાં તમને શંકા છે તે ફરજો સમજવા અને બજાવવા શકિતવાન થશો. SC 91.2

સૌથી વધારે કેળવણી પામેલા અને સૌથી અજ્ઞાન, બધા માટે એક પુરાવો, ઈશ્વર તેના શબ્દનું ખરાપણું અને તેના વચનની સત્યતા સાબીત કરવા આપણને આમંત્રે છે. તે આપણને ફરમાવે છે કે ” અનુભવ કરો અને જુઓ કે, યહોવાહ ઉત્તમ છે. “ગીતશાસ્ત્ર ૩૪:૮. બીજાના બોલ પર ભરોસો રાખવાને બદલે આપણે જાતે અનુભવ કરવાનો છે. તે જાહેર કરે છે કે. “માંગો, ને તમને મળશે.” યોહાન ૧૬:ર૪. તેનાં વચનો પુરાં થશે. તે કદી ખોટાં થયાં નથી; કદી ખોટાં થઈ શકે જ નહિ. અને આપણે જેમ જેમ ઈસુ પાસે જઈશું અને તેના પ્રેમની સંપૂર્ણતામાં આનંદ પામીશું, તેમ તેમ તેની હાજરીનાં પ્રકાશથી આાપણાં સંદેહો અને અંધકાર દૂર થશે. SC 91.3

પાઉલ પ્રેરિત કહે છે કે, ઈશ્વરે “અંધકારના અધિકારમાંથી આપણને છોડાવ્યા તથા પોતાના પિ્રય પુત્રના રાજયમાં આણ્યા.” કોલોસી ૧:૧૩. જે આત્મિક મૃત્યુમાંથી જીવનમાં ગયો છે. ” તેણે દેવ ખરો છે, એ વાત પર મોહોર કરી છે.” યોહાન ૩:૩૩. તે જાહેર કરી શકે કે, “મને મદદની જરૂર હતી, તે મને ઈસુમાં મળી. દરેક જરૂરીઆત પુરી પાડવામાં આવી હતી; મારા આત્માની ભૂખ તૃપ્ત કરવામાં આવી હતી; અને હવે બાઈબલ મારા માટે ઈસુ ખ્રીસ્તનું પ્રગટીકરણ છે. શું હું ઈસુમાં શા માટે માનું છું, તે વિષે તમે પૂછો છો ? કેમકે તે મારા દૈવી ત્રાતા છે. હું બાઈબલ શા માટે માનું છું ? કેમકે મારા આત્માને ઈશ્વરનો અવાજ માલુમ પડયો છે.” આપણને આપણી જાતમાં જ સાક્ષી મળી શકશે કે બાઈબલ સત્ય છે અને ઈસુ ઈશ્વર પુત્ર છે. આપણે જાણીએ છીએ કે આપણે ચાલીકીથી જોડી કાઢેલી કહાણીઓ પ્રમાણે ચાલતા નથી. SC 92.1

પીતર પોતાના ભાઈઓને આગ્રહપૂર્વક કહે છે કે, “આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રીસ્તની કૃપામાં તથા જ્ઞાનમાં તમે વધતા જાઓ.” ર પીતર ૩:૧૮. જેમ ઈશ્વરના ભકતો કૃપામાં વધતા જશે, તેમ તેઓ તેનો શબ્દ વધારે સ્પષ્ટ રીતે સમજતાં જશે. તેનાં પવિત્ર સત્યોમાં તેઓ નવો પ્રકાશ અને સૌદર્ય જોશે. બધા જમાનાઓમાં મંડળીના ઈતિહાસમાં આ હકીકત સત્ય જણાઈ છે અને તે પ્રમાણે અંત સુધી ચાલુ રહેશે. “સદાચારીનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે, જે મધ્યાન્હ થતાં સુધી વધતો ને વધતો જાય છે.” નીતિવચનો ૪:૧૮. SC 92.2

વિશ્વાસથી ભવિષ્ય તરફ નજર કરતાં આપણે બુદ્ઘિના વૃદ્ઘિ માટે ઈશ્વરે આપેલાં વચન દ્દઢતાપૂર્વક માની શકીશું અને તેથી એવી વૃદ્ઘિ થશે કે મનુષ્યની માનસીક શકિતઓ દૈવી શકિતઓ સાથે જોડાશે અને આત્માની દરેક શકિત પ્રકાશના ઝરા સાથે સીધા સંબંધમાં આવી શકશે. આપણે ખુશી થવું જોઈએ કારણ કે ઈશ્વરીન કૃતિઓમાં જે જે બાબતમાં આપણે ગુંચવણ લાગતી હતી, તે તે વખતે સ્પષ્ટ કરવામાં આવશે; જે વસ્તુઓ સમજવી અઘરી છે, તે તે વખતે સમજાઈ જશે. અને અજે બાબતમાં આપણાં પરિમીત મનને ગુંચાવડો અને તુટક તુટક હેતુઓ જણાતાં હતાં, તેમાં આપણે સંપૂર્ણમાં સંપૂર્ણ અને સુંદર સામ્ય જોઈશું. “હમણાં, આપણે (જાણે કે ) દર્પણમાં ઝાંખું ઝાંખું જોઈએ છીએ, પણ ત્યારે નજરોનજર જોઈશું; હમણાં હું અપૂર્ણ જાણું છું. પણ ત્યારે હું પોતે જણાએલો છું તેમ પૂર્ણ રીતે જાણીશ. ” ૧ કોરીંથી ૧૩:૧ર. SC 92.3