ખ્રીસ્તની પ્રભુતામાં પગલાં
વિશ્વાસ અને સ્વિકાર
તમારો અંતરાત્મા પવિત્ર આત્માની મદદથી જાગૃત થયો છે એટલે તમે પાપની દુષ્ટતા, શકિત, ભુંડાઈ અને તેથી ઉપજતાં દુ:ખ વગેરે જોયું છે અને હવે તમે તેની તરફ કંટાળાની-તિરસ્કારની નજરે જુઓ છો. તમને લાગે છે કે પાપે મને ઈશ્વરથી જુદો પાડયો છે અને હું ભુંડાઈના પાશમાં બંધાઈ ગયો છું. જેમ તમે તેમાંથી સટકી જવા વધારે પ્રયત્નો કરો છો તેમ તમને પોતાની નિરાધાર સ્થિતિનું વધારે ભાન થાય છે. તમારા હેતુઓ અપવિત્ર અને હ્રદય અશુદ્ઘ છે. તમારૂં જીવન સ્વાર્થી અને પાપમય થઈ ગયું છે, તે તમે જાણો છો. તમે તેમાંથી માફી, પવિત્રતા અને છુટકા માટે તલસો છો. આ બધા માટે ઈશ્વર સાથે ઐકય કરવાની, તેની સાથે સામ્ય સાધવાની જરૂર છે. તે મળવા માટે તમે શુંકરી શકો તેમ છે? SC 42.1
તમને શાંતિની જરૂર છે- આતમ માટે સ્વર્ગીય માફી, શાંતિ અને પ્રેમની અગત્ય છે. તે પૈસાથી ખરીદી શકાતી નથી; બુદ્ઘિથી મેળવી શકાતી નથી; ડહાપણથી પ્રાપ્ત કરી શકાતી નથી. પરંતુ ઈશ્વર તો તેનુ “નાણાં વિના તથા મૂલ્ય વિના” દાન આપે છે. યશાયાહ પપ:૧. તમારે જોઈએ તો એ તમારા માટેજ છે, પણ હાથ લાંબો કરીને લઈ લો, પ્રભુ કહે છે કે, “તમારાં પાપ જોકે લાલ (વસ્ત્રનાં) જેવાં હોય, તો પણ તેઓ હિમ સરખા શ્વેત થશે; જો તે કીરમજના જેવા રાતાં હોય, તો પણ તેઓ ઊન સરખાં થશે.” યશાયાહ ૧:૧૮. “હું તમને નવું હ્રદય પણ આપીશ, ને હું તમારી અંદર નવો આત્મા મૂકીશ.” હઝકીએલ ૩૬:ર૬. SC 42.2
તમે પોતાનાં પાપ કબુલ કરીને હ્રદયની તેનો ત્યાગ કરેલો છે. તમે પોતાની જાતને ઈશ્વરને અર્પવા નિશ્ચય કર્યો છે. હવે તેની પાસે જઈને માંગો કે તે તમારાં પાપને ધોઈ નાખે અને તમને નવું હ્રદય આપે. પછી વિશ્વાસ રાખજો કે તેણે વચન આપ્યું છે માટે જ તે આ બધું કરે છે. ઈસુ જગતમાં હતો, ત્યારે તેણે આપણને એજ પાઠ શીખવ્યો છે કે જે દાન આપવાનું ઈશ્વરે વચન આપેલું છે, તે આપણને મળશે જ એવું આપણે માનીએ, તો તે આપણું થાય છે. જયારે લોકોને ઈસુની શકિતમાં વિશ્વાસ હતો, ત્યારે તેણે તેઓને રોગમુકત કર્યા; ઈસુએ તેઓ જોઈ શકે એવી બાબતમાં મદદ કરી અને આ રીતે તેઓ જોઈ ન શકે એવી વાતો સંબંધી પણ વિશ્વાસ ઉત્પન્ન કર્યો-છેવટે તેઓને એટલે સુધી વિશ્વાસ આવ્યો કે ઈસુમાં પાપ માફ કરવાની શકિત છે. આ બાબપ પક્ષાઘાતીને સાજો કરતી વખતે સ્પષ્ટ જણાવેલી છે, “પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે, એ તમે જાતો માટે,(ત્યારે તે પક્ષાઘાતીને કહે છે કે) ઉઠ, તારો ખાટલો ઉંચકીને તારે ઘેર ચાલ્યો જા.” માત્થી ૯:૬. પ્રેરિત યોહાન પણ ખ્રીસ્તાના ચમત્કારો વિશે બોલતાં એવું જ કહે છે : “ઈસુ તેજ ખ્રીસ્ત, દેવનો દીકરો છે, એવો તમે વિશ્વાસ કરો, અને વિશ્વાસ કરીને તેના નામથી જીવન પામો, માટે આટલી વાતો લખેલી છે.” યોહાન ર૦:૩૧. SC 42.3
શાસ્ત્રમાં ખ્રીસ્તે માંદાને કેવી રીતે સાજાં કર્યાં એનું વૃતાંત આપેલું છે. એટલાં જ પરથી તે પાપની માફી આપી શકે છે, એ વિષે શ્રદ્ઘા રાખતાં શીખી શકીશું. હવે આપણે બાથસેદાના પક્ષીઘાતી વિષેની વાત તરફ જરા નજર કરીએ: એ બિચારો તદ્દન નિરાધાર હતો; તેણે પોતાનાં અંગનો આડત્રીસ વરસ થયાં ઉપયોગ કર્યો ન હતો. પરંતુ ઈસુએ હુકમ કર્યો કે, “ઉઠ, તારો ખાટલો ઉંચકીને ચાલ.” આ વખતે કદાચ તે પક્ષાઘાતીને કહેત કે, “પ્રભુ જો તુ મને સાજો કરે, તો તારો હુંકમ માનું.” પણ તેણે એવુ કંઈ ન કહ્રું કારણ કે તેને ખ્રીસ્તના વચનમાં વિશ્વાસમાં હતો. તે પોતે સાજો થઈ ગયો છે એમ માની લઈને તેણે એકદમ પ્રયત્ન કર્યો. તેણે ચાલવાની ઈચ્છા કરી અને ચાલ્યો પણ ખરો. તેણે ઈસુના વચન પર વિશ્વાસ રાખીને પ્રયત્ન કર્યો અને ઈશ્વરે તેને શકિત આપી તે સાજો થયો. SC 43.1
એ જ રીતે તમે પણ પાપી છો. તમે પોતાનાં આગળનાં પાપો માટે પ્રાયશ્ચિત કરી શકતા નથી, પોતાનું હ્રદય બદલી શકતા નથી અને તમારી જાતને પવિત્ર કરી શકતા નથી. પરંતુ ખ્રીસ્ત દ્વારા તમારે માટે આ બધું કરવાનું ઈશ્વર વચન આપે છે. તમને વચન પર વિશ્વાસ છે. તમે પોતાનાં પાપ કબુલ કરીને પોતાની જાતને ઈશ્વરને અર્પણ કરો છો. ઈશ્વરની સેવા કરવા તમે ઈચ્છો છો. આ બધું તમે કરશો તો ખાતરીથી માનજો કે ઈશ્વર પોતાનુ વચન પાળશે. જો તમને ઈશ્વરના વચનમાં વિશ્વાસ હશે - જો મારાં પાપ માફ થયાં છે અને હું શુદ્ઘ થયો છું, એવું તમને માનશો - તો ઈશ્વર તમારા વિશ્વાસનું ફળ આપશે. તમારી માન્યતા સાચી પાડશે. જયારે પેલા પક્ષાઘાતીએ માન્યું કે હું સાજો થયો છું, ત્યારે ઈસુએ તેને ચાલવાની શકિત આપી, તેવી જ રીતે તમને પણ(પાપનાર રોગથી) સાજા કરવામાં આવ્યાછે. જો તમે માનો, તો આ સત્ય જ છે. SC 43.2
સાજાય થયાની લાગણી મનમાં આવે ત્યાં સુધી બેસી ન રહેતાં કહેજો કે , “મને વિશ્વાસ છે - હું માનું છું - કુ હું સાજો થઈ ગયો છું, મને લાગે છે કે હું સાજો થયો છું તે પરથી નહિ, પરંતુ ઈશ્વરે વચન આપ્યું છે તે પરથી હું સાજો થઈ ગયો છું.” SC 44.1
ઈસુ કહે છે કે “પ્રાર્થના કકતાં જે સર્વ તમે માંગો છો, તે અમે પામ્યા છીએ, એવો વિશ્વાસ રાખો, તો તે તમને મળશે.” માર્ક ૧૧:ર૪. ઈશ્વરના આ વચન માટે એક શરત છે, તે એ કે આપણે તેની ઈચ્છા પ્રમાણે પ્રાર્થના કરવી. પરંતુ આપણને પાપથી શુદ્ઘ કરવા, પોતાનાં બાળકો બનાવવાં અને પવિત્ર જીવન જીવવાની શકિત આપવી એવી એની ઈચ્છા છે. માટે આપણે આ આશિર્વાદો માંગવા જોઈએ અને આપણે તે પામ્યા છીએ એમ ધારીને ઈશ્વરનો ઉપકાર માનવો જોઈએ. ઈસુ પાસે જઈને શુદ્ઘ થવાનો તેમજ નિયમ આગળ શરમ કે દીલગીરી વિના ઉભા રહેવાનો આપણને હક છે. કારણ કે “જે ખ્રીસ્ત ઈસુમાં છે અને દેહ પ્રમાણે નહિ પણ આત્મા પ્રમાણે ચાલે છે, તેઓને હવે દંડાજ્ઞા નથી.” રૂમી ૮:૧. SC 44.2
“હવે થી તમે તમારી જાતના માલીક નથી : તમે તો ખરીદાએલા છો: વિનાશી વસ્તુઓ વડે, એટલે રૂપા અથવા સોના વડે નહિ, પણ ખ્રીસ્ત, જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવો છે, તેના મુલ્યવાન રકતથી, તમારો ઉદ્ઘાર કરવામાં આવ્યો છે.” ૧ પીતર ૧:૧૮, ૧૯. ઈશ્વર પર વિશ્વાસ રાખવાનાં સાદા કાર્યથી જ પવિત્ર આત્માએ તમારા હ્રદયમાં નવા જીવનો જન્મ આપ્યો છે. તમે ઈશ્વરના કુટુંબમાં જન્મેલ બાળક જેવા છો અને તે તમને પોતાના દીકારની માફક ચાહે છે. SC 44.3
હવે તમે પોતાની જાતને ઈશ્વરને અર્પણ કરેી છે માટે પાછા હઠી જતાં નહિ, તેનાથી વિમુખ થતા નહિ, પરંતુ દિન પ્રતિ દિન કહેજો કે, “હું ખ્રીસ્તનો છું ; મેં મારી જાત ખ્રીસ્તને અર્પણ કરેલી છે;” અને તેની પાસે માગજો કે, “તારો આત્મા મને આપ, તારી કૃપાથી મારૂં જતન કર.” પોતાની જાતને ઈશ્વરને અર્પણ કરવાથી અને તેનામાં વિશ્વાસ રાખવાથી તમે તેના બાળક થાઓ છો તેથી તમારે તેનામાં જીવવું જોઈએ. પ્રેરિત કહે છે કે, “તેથી જેમ તેમ ખ્રીસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યો છે તેમ તેનામાં ચાલો.” કલોસી ર:૬. SC 44.4
કેટલાંક એવુ માનતા જણાય છે કે પોતે ઈશ્વરનાં આશિર્વાદ માગી શકે ત્યાર પહેલાં પોતે ઉમેદવારની સ્થિતીમાં રહી સુધરવું જોઈએ અને પોતાની લાયકી સાબિત કરવી જોઈએ. પરંતુ તેમણે હમણાંથી જ ઈશ્વરના આશિર્વાદ માનવા જોઈએ. પોતાની ખામીઓ દૂર કરવા માટે તેઓએ તેની કૃપા, ખ્રીસ્તના આત્માની મદદ મેળવવી જોઈએ. એવી મદદ સિવાય પાપ સામે થઈ શકાશે નહિ. આપણે પાપી, નિરાધાર, પરતંત્ર ગમે તેવા હોઈએ, પરંતુ આપણે જેવી સ્થિતિમાં હોઈએ તેવી જ સ્થિતીમાં ઈસુ પાસે જઈએ, તો ઈસુને આનંદ થાય છે. આપણે નિર્બળ, દોષીત અને પાપી, નિરાધાર, પરતંત્ર ગમે તેવા હોઈએ, પરંતુ આપણે જેવી સ્થિતીમાં હોઈએ તેવીજ સ્થિતીમાં ઈસુ પાસે જઈએ, તો ઈસુને આનંદ થાય છે. આપણે નિર્બળ, દોષીત અને પાપી જેવા હોઈએ તેવા પશ્ચાતાપ કરીને ખ્રીસ્તને શરણે જઈ શકીએ છીએ. તેનો મહિમા એવો છે કે, તે આપણને તેના પ્રેમાળ હાથમાં લપેટી લેશે, આપણા ઘા પર પાટા બાંધશે અને આપણી સર્વ અશુદ્ઘતામાંથી શુદ્ઘ કરશે. SC 45.1
આ બાબતમાં હજારો માણસો નાસીપાસ થાય છે; કેમકે ઈસુ દરેક જણને અંગત અને વ્યકિતગત માફી બક્ષો છે, એ વાત તેઓ માનતાં નથી. તેઓ ઈશ્વરનું વચન સ્વીકારતાં નથી. જેઓ ઈશ્વરનુ શરતો પાળે છે, તે બધાંને દરેક પાપની માફી મફત મળે છે એ વાત જાણવાનો અધિકાર છે. ઈશ્વરનાં વચનો મારે માટે નથી એવી શંકા તમારા મનમાં આવે, તો કાઢી નાંખજો, તેનાં વચનો તો પશ્ચાતાપ કરનાર કોઈ પણ અપરાધી માટે છે. દરેક શ્રદ્ઘાળુ મનુષ્યને ખ્રીસ્ત દ્વારા શકિત અને કૃપા પુરાં પાડવામાં અવો છે, તે શકિત અને કૃપા સેવા કરનાર દૂતો લાવે છે. કોઈ પણ એવું પાપી મનુષ્ય નથી કે જેને તેના માટે મરણ પામનાર ખ્રીસ્તમાં શકિત, પવિત્રતા અને ન્યાયિપણું ન મળી શકે. પાપથી ખરાડએલાં અને બગડેલાં વસ્ત્રો કાઢી નંખાવી ન્યાયીપણાનાં શ્વેત વસ્ત્રો પહેરવા ખ્રીસ્ત તૈયાર છે; તે આજ્ઞા કરે છે કે જીવજો , મરશો નહિ. SC 45.2
જેમ નાશવંત મનુષ્યો એક બીજા તરફ વર્તે, તેમ ઈશ્વર આપણી સાથે વર્તતો નથી. તેના વિચારો દયા, પ્રેમ અને અત્યંત કરૂણામય છે. તે કહે છે કે, “દુષ્ટ માણસ પોતાનો (માર્ગ) છોડે, અને અધર્મી માણસ પોતાના વિચારો તજી દે, ને યહોવાહ પાસે પાછો આવે; તો તે તેના પર કૃપા કરશે ; ને આપણા દેવની પાસે(આવે), કેમકે તે સંપૂર્ણ ક્ષામા કરશે.” ” મેં તારા અપરાધ મેઘની પેઠે, તથા તારાં પાપ વાદળની પેઠે ભૂંસી નાખ્યાં છે.” યશાયાહ પપ:૭; ૪૪:રર. SC 45.3
“પ્રભુ યહોવાહ કહે છે કે, મરનારના મોતથી મને કંઈ પણ આનંદ થતો નથી ; એ માટે ફરો અને જીવતો રહો.” હઝકીએલ ૧૮:૩ર. શેતાન આવાં ખાતરીભર્યાં ઈશ્વરનાં મુબારક વચનો ચોરી જવા તૈયાર જ રહે છે. આશાનું દરેક કિરણ, પ્રકાશની દરેક નિશાની મનુષ્ય પાસેથી લઈ લેવી એવી તેને ઈચ્છા છે. પરંતુ તમે તેને તેમ કરવા દેતા નહિ. એ લલચાવનારની વાતો પર ધ્યાન નહિ આપતાં કહેજો કે, “હું જીવુ એટલા માટે ઈસુ મરણ પામ્યો, તે મને ચાહે છે અને મારો નાશ ન થાય એવું ઈચ્છે છે. વળી મારે કૃપાળુ સ્વર્ગીય પિતા છે. જો કે મેં તેના પ્રેમનો દુરૂપયોગ કર્યો છે અને તેના આશિર્વાદો વેડફી નાખ્યા છે, છતાં હું ઉઠીને મારા પિતા પાસે જઈશ અને કહીશ કે , ‘મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કીધું છે; હવે હું તારો દીકરો કહેવાવાને યોગ્ય નથી રહ્રો; તારા મજુઓમાંના એક જેવો મને ગણ.’” ભટકનારનો કેવો સ્વીકાર થાય છે-તેને કેવો આદર મળે છે તે આપણને ર્દષ્ટાંતમાં કહેલુ છે. “તે હજી ઘણે વેગળે હતો એટલામાં તેના બાપે તેને દીઠો અને તેને દયાં આવી, અને દોડીને તેને ભેટયો, અને તેને ચુમીઓ કીધી.” લુક ૧પ:૧૮-રર. SC 46.1
જો કે આ ર્દષ્ટાંત ઘણું કરૂણ અને અસરકારક છે, છતાં તેમાં સ્વર્ગીય પિતાની દયા પૂરેપુરી સમજાવી શકાઈલ નથી. પ્રભુ પોતાના પ્રબોધક દ્વારા જાહેર કરે છે કે, “મેં તારા પર અખંડ પ્રીતિ રાખી છે, તે માટે મેં ( તારા પર ) કૃપા રાખીને તને (મારી તરફ) ખેંચેલ છે.” યિર્મેયાહ ૩૧:૩. પાપી પોતાના પિતાનાં ઘરથી ઘણે દૂરના પ્રદેશમાં પોતાની જીંદગીનો દુરૂપયોગ કરી રહ્રો હોય છે, ત્યારે પણ પિતાનું હ્રદય તેના માટે તલસે છે; અને તેના હ્રદયમાં ઈશ્વર તરફ ફરવા માટે જે ઈચ્છા જાગૃત થાય છે, તે દરેક ખ્રીસ્તના આત્માની નમ્ર આજીજી છે. એ પવિત્ર આત્મા પાપમાં ભટકી ગએલ મનુષ્યને સમજાવે છે, તેની આગળ પ્રેમથી કાલાવાલાં કરે છે અને તેને પિતાના પ્રેમાળ હ્રદય તરફ ખેંચે છે. SC 46.2
શાસ્ત્રમાં તમને આવાં ઉદાર વચનો આપવામાં આવ્યાં છે, છતાં તમે શંકાને સ્થાન આપી શકો છો ? શું તમે એવું માની શકો છો કે, બિચારો પાપી મનુષ્ય પાછો ફરવા તલસતો હોય અને પોતાનાં પાપનો ત્યાગ કરવા આતુર હોય. છતાં તેને પ્રભુ કઠોર થઈને પોતાના પાપનો પશ્ચાતાપ કરતો અટકાવે ¦ આવા વિચારો કદી ન કરતા ¦ આપણા સ્વર્ગીય પિતા વિષે આવો ખ્યાલ બાંધવા કરતાં બીજી કોઈ વસ્તુથી આપણા આત્માને વધારે નુકશાન થઈ શકતું નથી. તે પાપને ધિક્કારે છે, પરંતુ પાપીને ચાહે છે. તેણે ખ્રીસ્તના વ્યકિતત્વ દ્વારા પોતાની જાતને આપી કે જે ઈચ્છે તે બધાં તારણ પામી શકે અને મહિમાનાં રાજયમાં સર્વકાલીન આર્શિવાદ ભોગવી શકે. તેણે આપણી તરફ પોતાનો પ્રેમ બતાવવા જે ભાષા પસંદ કરી છે, તેનાં કરતાં વધારે મધુર અને અર્થયુકત ભાષા કોણ વાપરી શકે તેમ છે ? તે કહે છે કે, “શું સ્ત્રી પોતાના પેટના દીકરા પર દયા ન કરે, એવી રીતે કે તે પોતાના ધાવણા બાળકને વિસરી જાય ? હા, કદાચ તેઓ વિસરે, પરંતુ હું તને વિસરીશ નહિ.” યશાયાહ ૪૯:૧પ. SC 47.1
જો મનમાં શંકા અને ભય હોય, તો ઉંચે જુઓ, ઈસુ આપણા માટે મધ્યસ્થી કરવા સારૂ જીવે છે. ઈશ્વરે પોતાનો પિ્રય પુત્ર દાનમાં આપ્યો તે માટે તેનો ઉપકાર માનો અને પ્રાર્થના કરો કે તમારા માટે મુઓ, એ નકામું ન જાય. આત્મા આજે તમને આમંત્રણ આપે છે. સંપૂર્ણ હ્રદયપૂર્વક ઈસુ પાસે આવો, એટલે તમને તેના આશિર્વાદ માંગાવનો હક પ્રાપ્ત થશે. SC 47.2
વચનો વાંચતી વખતે ધ્યાનમાં રાખજો કે, તે અવર્ણીય પ્રેમ અને દયાના વાકયો છે અનંત પ્રેમાળ હ્રદય અપાર કરૂણાથી પાપી તરફ ખેંચાએલ છે. “એના લોહી દ્વારા આપણને ઉદ્ઘાર એટલે પાપની માફી મળી છે.” એફેસી ૧:૭ હા, ઈશ્વર મને મદદ કરનાર છે. એવો વિશ્વાસ રાખજો. તે પોતાનુ નૈતિક સ્વરૂપ માણસમાં ફરી મૂકવા માંગે છે. જેમે તમે પાપની કબુલાત અને પશ્ચાતાપ સાથે તેની પાસે જશો, તેમ તે દયા અને ક્ષામા સાથે તમારી પાસે ખેંચાશે. SC 47.3