ખ્રીસ્તની પ્રભુતામાં પગલાં

7/14

દેવાર્પણ

ઈશ્વરનું વચન છે કે “તમે મને શોધશો, અને તમે તમારા ખરા હ્રદયથી મને ઢુંઢશો ત્યારે હું તમને મળીશ.” યિર્મેયાહ ર૯:૧૩. SC 37.1

આખું હ્રદય ઈશ્વરને આધિન ન થાય, ત્યાં સુધી જે ફેરફારથી માણસને ઈશ્વર જેવો બનાવવામાં આવે છે તે ફેરફાર આપણામાં થતો નથી. સ્વભાવથી આપણે ઈશ્વરથી વેગળા છીએ. પવિત્ર આત્મા આપણી સ્થિતી કેવા શબ્દોમાં બતાવે છે ? “અપરાધોમાં તથા પાપોમાં મુએલા;” “આખું માથું રોગિષ્ટ અને આખું શરીર નિર્ગત છે;” કોઈ પણ ભોગે સાજો નથી. ; શેતાનના ફાંદામાં ફસાયા છે; એફેશી ર:૧. યશા. ૧:પ, ૬:ર; ર તીમોથી ર:ર૬. ઈશ્વર આપણને સારા કરવા-મુકત કરવા ઈચ્છે છે. પરંતુ આપણે સંપૂર્ણ રીતે તેને આધિન થવું જોઈએ, કારણ કે તે માટે સંપૂર્ણ રૂપાંતર - સ્વભાવનું સંપૂર્ણ બદલાણ થવું જોઈએ. SC 37.2

જગતમાં થએલા સર્વ યુદ્ઘોમાં મોટામાં મોટું યુદ્ઘ માણસને પોતાની જાત સામે કરવું પડે છે. પોતાની જાતને અર્પણ કરવા માટે તથા તેને ઈશ્વરને આધિન કરવા માટે અતિશય પ્રયત્ન કરવા પડે છે, પણ પવિત્રતામાં નવું રૂપ લેતાં પહેલા આત્માને ઈશ્વરને આધિન થવું પડે છે. SC 37.3

શેતાન બતાવે છે તેમ ઈશ્વરના રાજયમાં આંખ મીચીને આજ્ઞા પાળવાનું કે યોગ્ય દબાણ નથી. તે તો બુદ્ઘિ અને અંત:કરણ બંને ગ્રહણ કરી શકે તેવું છે. જગતકર્તા પોતે ઉત્પન્ન કરેલ પ્રાણીઓને બોલાવીને કહે છે કે, “આવો , આપણે વિવાદ કરીએ.” યશાયાહ ૧:૧૮. ઈશ્વર મનુષ્યોને તેમની ઈચ્છા વિરૂદ્ઘ કાર્ય કરવા ફરજ નથી પાડતો; ઈચ્છા કે વિચાર વગર કરેલ ઉપાસનાને તે નથી સ્વિકારતો. તાબે થવાની ફરજ પાડવાથી મન અને ચારિત્ર્યનો ખરો વિકાસ થઈ ન શકે અને માણસ યંત્ર જેવું થઈ જાય એવો ઈશ્વરનો ઈરાદો નથી. તેની ઈચ્છા તો એવી છે કે પોતે સર્જેલ સર્વ પ્રાણીઓમાં મનુષ્ય શ્રેષ્ઠ હોવાથી , તે સાધી શકાય તેટલો ઉંચો વિકાસ સાધે. પોતાની કૃપા દ્વારા જે આશિર્વાદોની ઉંચાઈએ તે આપણને લઈ જવા ઈચ્છે છે, તે આશિર્વાદો આપણી આગળ મુકે છે. પોતાની ઈચ્છા આપણામાં પૂરી કરવા માટે તે આપણને આપણી જાત અર્પણ કરવા નોતરૂં આપે છે. પ્રભુપુત્રની ઉદાર મુકિત-સ્વતંત્રતા-નો આનંદ ભોગવવાને પાપનાં બંધનનો ત્યાગ કરવો કે કેમ એ આપણી મરજીની વાત છે. SC 37.4

આપણી જાતને ઈશ્વરને અર્પણ કરતાં જે વસ્તુઓ આપણને તેનાથી ખાસ જુદા રાખતી હોય, તેનો ત્યાગ કરવો જોઈએ. એટલાં જ માટે આપણાં ત્રાતાં કહે છે કે, “ જે કોઈ પોતાની સવર્ગ વસ્તુઓનો ત્યાગ કરતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.” લુક ૧૪:૩૩. જે જે વસ્તુ આપણું હ્રદય ઈશ્વર તરફ પાછું ખેંચતી હોય, તેનો ત્યાગ કરવો જોઈએ. દ્રવ્ય, એ ઘણાનો દેવ છે. પૈસા પર પ્રેમ, લક્ષમીની લાલચ-રૂપી સોનાની સાંકળ માણસને શેતાન સાથે બાંધી રાખે છે વળી કેટલાક આબરૂ અને જગતનાં માનપાનની માળા ભજે છે તો કેટલાક સ્વાર્થમય એશઆરામ અને બીનજવાબદારીમાં જ જીંદગીનું સાર્થક સમજે છે. પરંતુ એ બધાં ગુલામી બંધનો છે; તે તોડી જ નાખવા જોઈએ. અર્ધા ઈશ્વરના અને અર્ધા જગતનાં એમ આપણની નહિ રહેવાય. જયાં સુધી આપણે સંપૂર્ણ રીતે ઈશ્વરના બાળક ન થઈએ ત્યાં સુધી આપણે તેનાં બાળક (બીલકૂલ) ન ગણાઈએ. ઘણા ઈશ્વરની સેવા કરવાનો દાવો કરે છે, પરંતુ ઈશ્વરના નિયમો પાળવા, પોતાનું ચારિત્ર્ય ઘડવા અને ઉદ્ઘાર મેળવવા પોતાના જ પ્રયત્નો પર આધાર રાખે છે. ખ્રીસ્તના પ્રેમનાં ઉંડા ભાવની લાગણીથી તેઓના હ્રદય પર અસર થતીં નથી, પરંતુ તેઓ ધારે છે કે, ઈશ્વર એવું માંગે છે કે ખ્રીસ્તી જીવનની ફરજો બજાવવાથી આપણને સ્વર્ગ મળશે અને તેથી તેઓ તે માટે પ્રયત્ન કરે છે. આવા ધર્મની કંઈ જ કીંમત નથી. જયારે ખ્રીસ્ત હ્રદયમાં વાસ કરે છે, ત્યારે માણસના આત્મામાં તેના પ્રેમ અને તેની સાથેનાં સંબંધને લીધે આનંદ એટલો ઉભરાઈ જશે, કે માણસ તેને વળગી પડશે, અને તેના ધ્યાનમાં પોતાની જાતને ભૂલી જશે. ખ્રીસ્ત પરનો પ્રેમ કર્તવ્યનો ઝરો થઈ પડશે. જેઓ ઈશ્વરનો પ્રેરક પ્રેમ જાુએ છે, તેઓ ઈશ્વરની માંગણી પુરી પાડવા માટે કેટલું થોડું આપવું પડશે તે પૂછતા નથી; તેઓ હલકામાં હલકું ધોરણ માંગતા નથી. પણ પોતાનો તારણ કરનારની ઈચ્છા સાથે સંપૂર્ણ અનુરોધ મેળવવા ઈચ્છે છે. વળી આતુરતા પૂર્વક સર્વ વસ્તુઓ તેને સ્વાધિન કરી પોતે જ વસ્તુ શોધે છે, તેની કિંમતને શોભે એવો રસ બતાવે છે. આવા ઉંડા પ્રેમ વિના ખ્રીસ્તનો દાવો કરવો, એ નકામો લવરો, ખોટો શિષ્ટાચાર અને એક જાતની ગદ્ઘામજુરી છે. SC 38.1

ખ્રીસ્તને સર્વસ્વ અર્પણ કરવું, એ તમને અત્યંત મોટો ભાગ લાગે છે ? તમારી જાતને એક સવાલ પૂછો કે, “ખ્રીસ્તે મારા માટે શું આપ્યું છે?” આપણા ઉદ્ઘાર માટે ઈશ્વરપુત્રે પોતાનું સર્વસ્વ- પોતાની જીંદગી, પ્રેમ માટે નાલાયક હોવા છતાં આપણાં હ્રદય તેને અર્પણ નહિ કરીએ ? આપણી જીંદગીની દરેક ક્ષાણે આપણે તેની કૃપાના આશિર્વાદો ભોગવી રહ્રા છીએ અને એ જ કારણથી અજ્ઞાન અને દુ:ખના જે કુવામાંથી આપણો ઉદ્ઘાર કરવામાં આવ્યો છે તેની પુરી ઉંડાઈ આપણે સમજી શકતા નથી. શું આપણે જે આપણા પાપે વિંધાયો તેની તરફ જોવા છતાં તેના પ્રેમ અને ભોગની અગવણના કરીશુ ? મહિમાના પ્રભુએ આટલું બધું માનભંગ સહન કર્યું એ જાણવા છતાં આત્મવિગ્રહ અને પોતાની અવજ્ઞા સિવાય જીવનમાં દાખલ થવાતું નથી એટલાથી જ બબડીને બેસ રહીશું ? SC 39.1

ઘણાંએ અભિમાની મનુષ્યો પૂછે છે કે, “ઈશ્વર તરફથી મને સ્વિકાર્યાની ખાતરી ન મળે, ત્યાં સુધી મારે પશ્ચાતાપ કરવાની કે દીન થવાની શું જરૂર છે?”એવાઓને હું કહુ છું કે, “ખ્રીસ્ત તરફ જુઓ.” તે નિષ્પાપી હતો એટલું જ નહિ પણ તે સ્વર્ગનો રાજકુમાર હતો. પરંતુ માણસ જાત માટે તેણે પાપની સજા ભોગી. “તે અપરાધીઓમાં ગણાયો; પરંતુ તેણે તો ઘણાઓનાં પાપ માથે લીધાં, અને અપરાધીઓને સારૂ મધ્યસ્થી કીધી.” યશાયાહ પ૩:૧ર. SC 39.2

પરંતુ આપણે સર્વસ્વ અર્પણ કરીએ છીએ, ત્યારે આપણને શેનો તયાગ કરવો પડે છે ? આપણા પાપથી દુષીત થએલ હ્રદય તેના લોહીથી શુદ્ઘ કરવા અને તેના અનુપમ પ્રેમથી ઉદ્ઘારી પવિત્ર કરવા આપણે ઈસુને સોંપવું પડે છે. આટલું છતાં આ બધુ છોડી દેવું એ ઘણાંને બહુ મુશ્કેલ લાગે છે ¦ આવું સાંભળતાં હું શરમાઉં છુ ; લખતાં લજાઉં છું. SC 39.3

જે વસ્તુ રાખવાથી આપણને લાભ હોય, તે છોડી દેવા ઈશ્વર આપણને નથી કહેતો. જે જે તે કરે છે તેમાં પોતાનાં બાળકોનું ભલું કેમ થાય એ જ એની ર્દષ્ટિ હોય છે. જેઓએ ખ્રીસ્તનો સ્વિકાર નથી કર્યો, તે બધા સમજી જાય કે આપણા પોતાને માટે આપણે જે શોધીએ છીએ, તેના કરતા કંઈક ઘણું જ વધારે સરસ તેની પાસે આપણને આપવા સારૂ છે, તો કેવું સારૂં. માણસ ઈશ્વરની ઈચ્છા વિરૂદ્ઘ ચાલી તથા વિચરી પોતાની જાતને મોટામાં મોટી ઈજા અને અન્યાય કરે છે. આપણા માટે સર્વોત્તમ શું છે તે જાણ્યાં પછી ઈશ્વર આપણાં ભલા માટે યોજનાઓ ઘડે છે, એટલે જે રસ્તે જવાની તેણે મના કરી હોય તે રસ્તેથી જવાથી ખરો આનંદ મળી શકે જ નહિ. આજ્ઞાભંગનો માર્ગ એ દુ:ખ અને નાશનો માર્ગ છે. SC 39.4

પોતાના બાળકોને દુ:ખી થતાં જોઈને ઈશ્વર ખુશી થાય છે એવો વિચાર કરવો, એ ભૂલ છે. માણસ જાતના સુખમાં આખું સ્વર્ગ રસ લે છે. આપણો સ્વર્ગીય પિતા કોઈ પણ પ્રાણીને અટકાવવા પોતાના આનંદના દ્વાર બંધ કરતો નથી. ઈશ્વર આપણી પાસે માંગે છે કે જે સ્વછંદથી સુખ અને સ્વર્ગનાં દ્વાર બંધ થાય છે. જગતનો ત્રાતા મનુષ્ય ગમે તેવો અપૂર્ણ, નબળો અને ત્રુટીવાળો હોય છતાં તેને તેવી જ સ્થિતિમાં સ્વિકારે છે; અને જે તેની ઝુંસરી પોતા પર લેવા અને તેનો બોજો વહેવા તૈયાર થાય છે તેનાં પાપ ખ્રીસ્ત પોતાના લોહીથી ધોઈ નાખી તેનો ઉદ્ઘાર કરે છે ,એટલું જ નહિ પણ તેના હ્રદયની ભૂખ ભાંગે છે. જે તેની પાસે જીવનની રોટલી માંગાવા ઓ તેને શાંતિ અને આરામ આપવાં , એ તેનો હેતુ છે. તે આપણી પાસે એવી ફરજો પળાવવા માંગે છે કે જેથી આપણે આજ્ઞાભંગ કરનાર કદી ન પહોંચી શકે એટલી આર્શિવાદની ઉંચાઈએ પહોંચી શકીએ. માણસના હ્રદયમાં ખ્રીસ્ત વસે એ તેના આત્માનું ખરૂં તથા આનંદી જીવન છે અને તે જ મહીમાની આશા છે. SC 40.1

ઘણા પૂછે છે કે “હું મારી જાતને ઈસુને કેવી રીતે આપું?” તમે તેને પોતાની જાતને અર્પવા ઈચ્છો છો, પરંતુ તમારામાં નૈતિક નિર્બળતા છે, તમે શંકાના ગુલામ છો અને પાપની જીંદગીમાં પડી રહેવાની ટેવ હોવાથી તે જેમ નચાવે તેમ નાચો છો. તમારાં વચનો અને નિશ્ચયો હવાઈ કીલ્લાની માફક ઉડી જાય છે. તમારા વિચારો, લાગણીઓ અને વિકારો પર તમારો કાબુ નથી. તમારાં વચનોનો ભંગ થયો છે અને તમારી અનામતો જપ્ત થએલી છે એ લાગે છે કે ઈશ્વર આપણો સ્વિકર કરી શકે નહિ. પરંતુ આમ નિરાશ થવાની જરૂર નથી. તમારે તો ઈચ્છાશકિતની ખરી શકિતજ સમજાવની છે. નિશ્ચય અથવા પસંદગી કરવાની શકિત મનુષ્યસ્વભાવ પર રાજય કરે છે. એટલે એ શકિતનો સદૂપયોગ કરવા પરજ દરેક વાતનો આધાર છે. પસંદગી કરવાની શકિત ઈશ્વરે આપણને આપેલી છે, તેનો ઉપયગ કરવો એ આપણું કામ છે તમે તમારૂં હ્રદય બદલી શકશો નહિ, પોતાની જ શકિતથી તમે એ હ્રદયનો પ્રેમ ઈશ્વરને અર્પી શકશો નહિ. પરંતુ તેની સેવા કરવી કે કેમ તે પસંદગી કરવી, એ તમારાં હાથમાં છે. તમે તેને પોતાની ઈચ્છાશકિત અર્પી શકો છો. તમે એટલું કરો પછી પોતાની પ્રસન્નતા પ્રમાણે ઈચ્છા ઉત્પન્ન કરાવી તે તમારી પાસે કામ કરાવી શકશે. આમ તમારો સંપૂર્ણ સ્વભાવ ખ્રીસ્તના આત્માની સત્તા નીચે આવી જશે; તમારો પ્રેમ તેના પર આવીને ઠરશે અને તમારા વિચારો ખ્રીસ્તમય બની જશે. SC 40.2

સારા અને પવિત્ર થવાની ઈચ્છા જેટલી થાય તેટલી સારી જ છે; પરંતુ જો એટલે જ અટકી જાય તો તેથી કાંઈ લાભ થઈ શકતો નથી. ખ્રીસ્તી થવાની આશા અને ઈચ્છાં કરતાં કરતાં જ ઘણાં તો નાશ પામશે. તેઓ પોતાની ઈચ્છા ઈશ્વર આધિન કરવાનાં નિશ્ચય પર આવતાં નથી. તેઓ હમણાંજ ખ્રીસ્તી થવાનું પસંદ કરતાં નથી. SC 41.1

ઈચ્છાનો ખરો ઉપયોગ કરવાથી તમારી આખી જીંદગી બદલાઈ જઈ શકશે. ખ્રીસ્તને પોતાની ઈચ્છા આધિન કરવા દો, તો સર્વોપરી સત્તા અને અધિકાર સાથે તમારે સંધી થશે. તમને સ્થિર કરવાને ઉપરથી શકિત આવશે અને આ પ્રમાણે હંમેશાં ઈશ્વરને આધિન રહેવાથી તમે નવું જીવન, - અરે. વિશ્વાસનું જીવન પણ જીવી શકશો. SC 41.2